popindarun bolyun - Lokgeeto | RekhtaGujarati

પોપીંદરું બોલ્યું

popindarun bolyun

પોપીંદરું બોલ્યું

પેલું પોપીંદરું શું બોઈલું રે નાનું સરવરિયું.

તારી છીંડીએ દબાયો ચોર રે નાનું સરવરિયું.

તારા બાપોને જગાડો રે, નાનું સરવરિયું.

તારા કલિયાંને હેરી ગયો ચોર રે, નાનું સરવરિયું.

પેલું પોપીંદરું શું બોઈલું રે? નાનું સરવરિયું.

તારી છીંડીએ દબાયો ચોર રે, નાનું સરવરિયું.

તારી માડીને જગાડો રે, નાનું સરવરિયું.

તારાં સાંકળાંને હેરી ગયો ચોર રે, નાનું સરવરિયું.

પેલું પોપીંદરું શું બોઈલું રે? નાનું સરવરિયું.

તારી છીંડીએ દબાયો ચોર રે, નાનું સરવરિયું.

તારા કાકોને જગાડો રે, નાનું સરવરિયું.

તારી હાંડીસને હેરી ગયો ચોર રે, નાનું સરવરિયું.

પેલું પોપીંદરું શું બોઈલું રે? નાનું સરવરિયું.

તારી છીંડીએ દબાયો ચોર રે, નાનું સરવરિયું.

તારા ભાયોને જગાડો રે, નાનું સરવરિયું.

તારા વાંકલોને હેરી ગયો ચોર રે, નાનું સરવરિયું.

પેલું પોપીંદરું શું બોઈલું રે? નાનું સરવરિયું.

તારી છીંડીએ દબાયો ચોર રે, નાનું સરવરિયું.

તારી ભાભીને જગાડો રે, નાનું સરવરિયું.

તારી મોરલીને હેરી ગયો ચોર રે, નાનું સરવરિયું.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 243)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ, રેવાબહેન તડવી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1966