pawagaDhno garbo - Lokgeeto | RekhtaGujarati

પાવાગઢનો ગરબો

pawagaDhno garbo

પાવાગઢનો ગરબો

પાવેથી ઉતરી સમ ઘુઘરી, પાવો રસિયો ચાંપાનેર.

માતાજીને વેવલાં પૂછાવું, પાવો રસિયો ચાંપાનેર.

માતાજીનાં પાવલાં પૂજાવું, પાવો રસિયો ચાંપાનેર.

માતાજીને વેલડાં ચઢાવું, પાવો રસિયો ચાંપાનેર.

માતાજીને સીંભોડીયો પૂજાવું, પાવો રસિયો ચાંપાનેર.

માતાજીને ઊકેડીયો પૂજાવું, પાવો રસિયો ચાંપાનેર.

માતાજીની ચોરીયો ચીતરાવું, પાવો રસિયો ચાંપાનેર.

માતાજીના ઢોલીયા તોડાવું, પાવો રસિયો ચાંપાનેર.

રસપ્રદ તથ્યો

(આ ગીત અધુરૂં છે.)

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 207)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ, જ. રા. ચૌધરી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1966