pankhino wiwah - Lokgeeto | RekhtaGujarati

પંખીનો વિવાહ

pankhino wiwah

પંખીનો વિવાહ

કીડીબાઈની જાંને જવાં છે, મારા વા’લા!

ચકલી ચોખો ફોલે, જાંન વા’લા!—કીડી.

જાંન જમાડવાની કાજ, મારા વા’લા!—કીડી.

ઢૂંકો ઢોલી થેલો, જાંન મારા વા’લા,

હરિયો દંદુળિયો થીયા મારા વા’લા!—કીડી

લેલી ગીતાળી થેઈ છે. જાંન વા’લા

પીચુવે ડાકણું કાઢેલું, મારા વા’લા!—કીડી

કરચલો ઉકો પીવે, જાંન વા’લા!—કીડી

દેડકો કે’ મેં લાડકો, જાંન મારા વા’લા

માડી! મને ડગલાં સિવાડ, મારા વા’લા!—કીડી.

કીડીબાઈની જાંન ભલે થઈ જાંન મારા વા;લા

તેપડી તલકારા કરે જાંન વા’લા!—કીડી

ઘીંચો મૂંછો મૈડે, જાંન વા’લા;

જાંને જવાને કાજ મારા વા’લા!—કીડી.

કડવો કુંડાળાં કરે જાંન વા’લા,

નોળિયો છોબો ચાટે જાંન વા’લા;

મળિયો ચાટણિયો થેલો મારા વા’લા!—કીડી.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 246)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ, રેવાબહેન તડવી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1966