chhammak wage ghughari - Lokgeeto | RekhtaGujarati

છમ્મક વાગે ઘૂઘરી

chhammak wage ghughari

છમ્મક વાગે ઘૂઘરી

હંખેળે જે’લો છમ્મક વાગે ઘૂઘરી

કાલિયાં લાવેલો, છમ્મક વાગે ઘૂઘરી

પેરનારી રાંટી, છમ્મક વાગે ઘૂઘરી

હંખેલે જેલો, છમ્મક વાગે ઘૂઘરી

વાંકલા લાવેલો, છમ્મક વાગે ઘૂઘરી

પેરનારી ખૂંખી, છમ્મક વાગે ઘૂઘરી

હંખેલે જેલો, છમ્મક વાગે ઘૂઘરી

પોથી લાવેલો, છમ્મક વાગે ઘૂઘરી

મેલનારી બોખી, છમ્મક વાગે ઘૂઘરી

હંખેળે જેલો, છમ્મક વાગે ઘૂઘરી

મોરલી લાવેલો, છમ્મક વાગે ઘૂઘરી

પેરનારી નકટી, છમ્મક વાગે ઘૂઘરી

હંખેલે જેલો છમ્મક વાગે ઘૂઘરી

લોળિયાં લાવેલો, છમ્મક વાગે ઘૂઘરી

પેરનારી બુસી, છમ્મક વાગે ઘૂઘરી

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 249)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ, રેવાબહેન તડવી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1966