રસિયા, રતન કુવો મધ સાંકડો
rasiya, ratan kuwo madh sankDo
રસિયા, રતન કુવો મધ સાંકડો, ને પાતરડી પાણીયાર;
ગોરી, પાતરડી પાણી ભરે, ઈ ભ્રામણને ઘેર નાર.
રસિયા, ભ્રામણને ઘેર ગોરણી, ને એનો શ્યો અવતાર?
ગોરી, દીએ ફેરવે તાંબડી, ને રાતે રસોઈ થાય.
રસિયા, રતન કુવો મધ સાંકડો, ને પાતરડી પાણીયાર;
ગોરી, પાતરડી પાણી ભરે, ઈ વાણીઆને ઘેર નાર.
રસિયા, વાણીઆને ઘેર ગોરણી, ને એનો શ્યો અવતાર?
ગોરી, દીએ ચિતરે ચોપડા, ને રાતે લેખાં થાય.
રસિયા, રતન કુવો મધ સાંકડો, ને પાતરડી પાણીયાર;
ગોરી, પાતરડી પાણી ભરે, ઈ રજપૂતને ઘેર નાર.
રસિયા, રજપૂતને ઘેર ગોરણી, ને એનો શ્યો અવતાર?
ગોરી, દીએ ઘોડલા ખેલને, ને રાતે દાયરા થાય.
રસિયા, રતન કુવો મધ સાંકડો, ને પાતરડી પાણીયાર;
ગોરી, પાતરડી પાણી ભરે, ઈ કણબીને ઘેર નાર.
રસિયા, કણબીને ઘેર ગોરણી, ને એનો શ્યો અવતાર?
ગોરી, દીએ ખેડે ખેતરાં, ને રાતે મંગળ ગાય.
rasiya, ratan kuwo madh sankDo, ne patarDi paniyar;
gori, patarDi pani bhare, i bhramanne gher nar
rasiya, bhramanne gher gorni, ne eno shyo awtar?
gori, diye pherwe tambDi, ne rate rasoi thay

gori, patarDi pani bhare, i waniane gher nar
rasiya, waniane gher gorni, ne eno shyo awtar?
gori, diye chitre chopDa, ne rate lekhan thay

gori, patarDi pani bhare, i rajputne gher nar
rasiya, rajputne gher gorni, ne eno shyo awtar?
gori, diye ghoDla khelne, ne rate dayara thay

gori, patarDi pani bhare, i kanbine gher nar
rasiya, kanbine gher gorni, ne eno shyo awtar?
gori, diye kheDe khetran, ne rate mangal gay

સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 216)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ, હરિલાલ કાળીદાસ મોઢા.
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1966