wasanbanun sasarun wegalu - Lokgeeto | RekhtaGujarati

વસનબાનું સાસરું વેગળુ

wasanbanun sasarun wegalu

વસનબાનું સાસરું વેગળુ

વસનબાનું સાસરું વેગળુ, ત્યાં કોણ તેડવા જાય?

જાશે અજીતભાઈ પાતળા, ઘોડલે માંડે સામાન.

લીલી ઘોડી ને પીળો ચાબખો, પાતળિયા અસવાર.

ખડોળ ગામને પાદરે ઘોડલા ઠેક્યા જાય.

ખડોળ ગામની ચીકણી જમીન, ઘોડલા લપટ્યા જાય.

ગામના પટેલિયે પૂછિયું, ક્યાંના રાજા જાય?

નથી રાજા નથી રાજીયા, વસનબાના વીર

રહો તો રાંધું લાપસી, ખોબલે પીરસું ખાંડ

ચકાનો બાપ કોણે મારિયો, મારો ભાઈ ભૂખ્યો કેમ જાય!

વસનબાનું સાસરું વેગળું ત્યાં કોણ તેડવા જાય?

જાશે અજીતભાઈ પાતળા, ઘોડલે માંડે સામાન.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૨ (પૃષ્ઠ ક્રમાંક 136)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, જોરાવરસિંહ જાદવ.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1959