unDo kuwo ne jal chhichhran re - Lokgeeto | RekhtaGujarati

ઊંડો કૂવો ને જળ છીછરાં રે

unDo kuwo ne jal chhichhran re

ઊંડો કૂવો ને જળ છીછરાં રે

ઊંડો કૂવો ને જળ છીછરાં રે લોલ

જળ હીંચોળા ખાય રે લોલ.

સાગ, સીસમનો ઢોલિયો રે લોલ,

અમરા, ડમરાના વા’ણ રે લોલ

વાહર ઢોળંતાં વીનવે રે લોલ,

કહો દીકરા કેટલાં ગામ વહાલાં રે લોલ.

કાશી ભલી રે, પણ દુવારકા એથી ભલું રે લોલ.

તેથી ભલેરા સાળંગપુર રે

તોય ના’વે ભીમનાથજીના તોલે રે લોલ.

ઊંડો કૂવો ને જળ છીછરાં રે લોલ.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૨ (પૃષ્ઠ ક્રમાંક 139)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, જોરાવરસિંહ જાદવ.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1959