uncha te meghraja - Lokgeeto | RekhtaGujarati

ઊંચા તે મેઘરાજા

uncha te meghraja

ઊંચા તે મેઘરાજા

ઊંચા તે મેઘરાજા ગાજિયા રે લોલ

કાળી ચોપાટનાં બે આભલાં રે લોલ

ક્યા ભાઈ તે ગામ સિધાવ્યા રે લોલ

ક્યાં વહુ જોઈએ તે મંગાવજો રે લોલ

કનુભાઈ ગામ સિધાવિયા રે લોલ

રૂપાળી વહુ જે જોઈએ તે મંગાવજો રે લોલ

આભ જેવડી ઓઢણી ને ધરતી જેવડો ઘાઘરો રે લોલ

જુવાર માથે જીંડવું ને કપાસ માથે પોંક

બે વસ્તુ નહિ મળે રે લોલ

ગોરીના રુસણાં નહિ મટે રે લોલ

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૨ (પૃષ્ઠ ક્રમાંક 139)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, જોરાવરસિંહ જાદવ.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1959