sarag te purni sanDhDi re - Lokgeeto | RekhtaGujarati

સરગ તે પુરની સાંઢડી રે

sarag te purni sanDhDi re

સરગ તે પુરની સાંઢડી રે

સરગ તે પુરની સાંઢડી રે, તો પવન વેગે જાય.

જે રે જોવે તે મગાવજો રે, તમારો પિયુ પાટણ જાય.

હાથી તે દાંતની ચૂડલી રે, મારી બાવડલી પરમાણે.

સરખી સાહેલીમાં ચાલવા રે, અડવા દીસે મારા હાથ.

કમાડ ઓથે સાસુ દેવકીજી, સાંભળે વ’વારુની વાત.

અમારે સાંભળતાં વ’વારુ બોલિયાં રે, કોની રાખસે લાજ!

વેગે તેડાવો ગામ ગરાસિયા રે, ભેળા આવે વહુનો બાપ.

વેગે તેડાવો વહુના વીરાને, વહુને મહિયરીએ વોળાવો.

રાંક ઉપર રીસ નો કરવી, કીડી ઉપર શો ક્રોધ?

સરગ તે પુરની સાંઢડી રે, તો પવન વેગે જાય.

જે રે જોવે તે મગાવજો રે, તમારો પિયુ પાટણ જાય.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૨ (પૃષ્ઠ ક્રમાંક 135)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, જોરાવરસિંહ જાદવ.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1959