allakbanti tallakbanti - Lokgeeto | RekhtaGujarati

અલ્લકબંટી તલ્લકબંટી

allakbanti tallakbanti

અલ્લકબંટી તલ્લકબંટી

અલ્લકબંટી તલ્લકબંટી તાજળિયો મગદાળ

ચોખો વાંકડિયો

તમે કેટલા ભાઈ કુંવારા રાજ, અલ્લકબંટી.

અમે સાત ભાઈ કુંવારા રાજ, અલ્લકબંટી.

તમે કેટલાં બે’નું કુંવારા રાજ, અલ્લકબંટી.

તમને ક્યાં બા ગોરાં ગમશે રાજ, અલ્લકબંટી.

અમને વચલાં બે’ની ગમશે રાજ, અલ્લકબંટી.

અમે સૂંડલી ઘરાણું લેશું રાજ, અલ્લકબંટી.

અમે બે સૂંડલી દેશું રાજ, અલ્લકબંટી.

અમે મેડીએથી પડતાં મેલશું રાજ, અલ્લકબંટી.

અમે બારીએથી ઝીલી લેશું રાજ, અલ્લકબંટી.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૨ (પૃષ્ઠ ક્રમાંક 141)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, જોરાવરસિંહ જાદવ.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1959