અભેમન્યુનો રાસડો
abhemanyuno rasDo
સરસત સ્વામિને વિનવું રે, ગણપત લાગુ પાય રે :
અયોધ્યા નગરીમાં દૈત્યનો વાસો, તેનાં તે મસ્તક છેદાય રે :
દૈત્ય કાજે કૃષ્ણે કજિયો રે માંડ્યો :
દૈત્યો નાઠાં, દૈત્યાણી નાઠાં, ગયાં ગયાં વનમાં ગયાં રે :
વનમાં જઈ અહિલોચન જનમ્યા :
સોના કામઠડીને રૂપાના ભાલા, અહિલોચન રળવા વીસર્યા રે.
જઈ રહ્યા વગડાની રે વચ્ચે :
વન રે વગડામાં એક પંખી જનાવર :
તે રે જનાવર અહિલોચને મારિયા :
ડોશી તે મહેણાં બોલી રે :
‘બહુ છે તું બળિયો બળવંતો :
તો તાર બાપનું વેર જ લેને’
ત્યાંથી અહિલોચનને ઝાળો રે લાગી :
આવી રહ્યા ઘર આંગણે રે :
‘કોહો મારી મા ! મારો બાપ કોણે માર્યો?’
‘બાર બાર વર્ષે દીકરા બાપ કેમ સાંભર્યો?’
‘ડોશી તે મેહેણાં બોલી રે’
‘તાહારો તે બાપ કાળા કૃષ્ણે માર્યો!’
ખભે કોં’ડા લઈ અહિલોચન ચાલ્યા, જઈ રહ્યા વન વચ્ચે રે.
વન રે વગડાના લીલા વૃક્ષો રે વાઢ્યાં :
કુંળાં કુંળાં ડાળાં તે પડ્યા મૂક્યા; જાડાં તે થડિયા ઉપાડિયા રે.
એ રે લાકડાની ભારી રે બાંધી,
ત્યાંથી અહિલોચન સુતાર-ઘેર આવ્યો :
‘ભાઈ રે સુતારી, તુ માહારો વીરો, પેટી ઘડી મને આલ રે :
બોંતેર ખાનાને એક જ કોઠો’—
ત્યાંથી અહિલોચન લુવાર-ઘેર આવ્યો :
‘ભાઈ રે લુવારી! તું માહારો વીરો, આરે પેટી જડી આલ રે :
છત્રીસ તાળાંને બત્રીસ કુંચીઓ, પેટી મહીં જડી આલ રે’.
ત્યાંથી અહિલોચન ચિતારા ઘેર-આવ્યો :
‘ભાઈ રે ચીતરા ! તું માહારો વીરો, પેટી મારી ચીતરી આલ રે’.
ત્યાંથી અહિલોચન દરજી ઘેર આવ્યો :
‘ભાઈ રે દરજીડા, તું માહારો વીરો, ગાદી આની સીવી આલ રે’.
પેટી ઉપાડી અહિલોચન આવ્યો :
જૈ રહ્યો જૈ રહ્યો વગડા રે વચ્ચે, વડલા છાંયે પેટી મૂકી રે.
બ્રાહ્મણને વેશે કાળો કૃષ્ણજી આવ્યા :
‘ક્યાં જાઓ છો જજમાન રે માહારા?’
‘કૃષ્ણનું વાર વાળવા જાઉં રે’—
‘કહો ગુરૂજી? કાળા કૃષ્ણ હશે કેવા?’
‘તુજ સરખાને તાહારા રે જેવા, દેહીનું પરમાણું ! આણો રે’.
‘લ્યો માહારા ગુરૂજી! દેહીનું પરમાણું.’
ત્યાંથી અહિલોચન પેટીમાં સમાણા, કાળાં કૃષ્ણે તાળાં ચડાવિયા રે.
‘ગુરૂ! માહારા ગુરૂ! મને બહારા કાઢો’.
‘કોણ તાહારો ગોર? ને તું કોનો જજમાન? હું કાળો કૃષ્ણ રે!’
પેટી હતી તે આકાશે ઉડાડી :
આકાશને દેવતા રે જગાડ્યા : આ જુધ્ધ કેણે માંડિયા રે !’
અહિલોચન ને કાળા કૃષ્ણજીએ માંડિયા :
પેટી હતી તે પાતાળે પછાડી, પાતાળના શેષ નાગ ડોલિયા રે.
આવાં તે જુધ્ધ કોણે માંડ્યા રે?
અહિલોચનને કાળા કૃષ્ણજીએ માંડ્યા : તેનો થયો ખળભળાટ રે—
ત્યાંથી અહિલોચન મૃત્યુ રે પામ્યા :
ખભે પેટી ને કાળો કૃષ્ણજી ચાલ્યા જઈ રહ્યા દ્વારકા ગામ રે.
પેટી હતી તે સુભદ્રાને આપી :
‘જો જો રે બહેની આ પેટી ઉઘાડતાં! સાચવી રાખજો પાસે રે’
નણંદ ભોજાઈ બે તડમાંથી રે જુએ :
‘નણદલ! તમારા ભાઈ શું લાવ્યા? એ મુજને દેખાડો રે.
પેટી હતી તે સુભદ્રાએ ઉઘાડી :
ભાઈનું કહ્યું સુભદ્રાએ ન માન્યું : શ્વાસમાં શ્વાસ સમાઈ ગયો રે.
પહેલો રે માસ તો એળે રે ચાલ્યો :
બીજે તે માસે સહીયરને સંભળાવ્યું : ત્રીજોનો મર્મ ન જાણ્યો રે.
ચોથે માસે માતાને સંભળાવ્યું :
પાંચમે માસે બાંધીરે રાખડી : છઠ્ઠે તે કઢીયલ દૂધ રે.
સાતમે તે માસે ખોળો ભરાવ્યો :
ખોળો ભરાવ્યો ને મહીયર વળાવ્યા : આઠમાનો મર્મ ન જાણ્યો રે.
નવમે તે માસે અભિમન્યુ જન્મ્યા :
સોનાની શળીએ નાળ વધેર્યો રે : પાણી સાટે દૂધડે નવરાવિયા રે :
ચીર ફાડીને બાળોતિયાં કીધાં :
જાદવ ઘેર પારણિયાં બંધાવ્યા : ચોખા સાટે મોતિડે વધાવિયા રે.
પાંચ વરસના અભિમન્યુ થયા :
લેઈ પાટીને ભણવા રે ચાલ્યા : ભણીગણીને નવચંદારે થયા.
પોતાના કાકા સગાઈઓ રે લાવ્યા :
‘ઉત્તરા અભિમન્યુ ! તાહારી રે નારી : વિરાટની તે કુમારી રે.
લીલા ને પીળાં વાંસ વઢાવો, નવરંગી ચોરી ચીતરાવો રે :
ત્યાંથી અભિમન્યુ પરણવાને ચાલ્યા : સારા તે શુકન થાય રે.
ત્યાંથી અભિમન્યુ સરોવરિયે લાવ્યા : સૂકાં સરોવર લીલાં થયાં રે.
ત્યાંથી અભિમન્યુ ભાગોળે આવ્યા : ભાગોળે ભેળો વગડાવો રે,
ત્યાંથી અભિમન્યુ ચઉટામાં આવ્યા : ચઉટામાં ચમ્મર ઢળાવો રે.
ત્યાંથી અભિમન્યુ જાનીવાસે આવ્યા : સાસુજી પોંખવા આવ્યા રે.
ત્યાંથી અભિમન્યુ તોરણે આવ્યા : ‘મામાજી! કન્યા પધરાવો રે’.
ત્યાંથી અભિમન્યુ ચોરીમાં આવ્યા : ‘મામાજી! દ્યો કન્યાદાન રે’.
પહેલું તે મંગળ હરતું ને ફરતું : ‘દાદાજી! દ્યો કન્યાદાન રે :
દાદાએ આપ્યાં ઘોડીલાનાં દાન : દાદીજી દે કન્યાદાન રે !
બીજું તે મંગળ ચોરીમાં વરત્યું : ‘માતાજી! દ્યો કન્યાદાન રે.
માતાએ આપ્યાં ગાવડીઓનાં દાન : માતાજી દે કન્યાદાન.
ત્રીજું તે મંગળ ચોરીમાં વરત્યું : ‘વીરાજી! દ્યો કન્યાદાન રે’.
વીરાએ આપ્યાં વેહેલડીઓનાં દાન: વીરાજી દે કન્યાદાન રે. :
ચોથું તે મંગળ ચોરીમાં વરત્યું : ‘ભાભીજી! દ્યો કન્યાદાન રે :
ભાભીએ આપ્યાં ઝોટડીઓનાં દાન : ભાભીજી દે કન્યાદાન રે.
ત્યાંથી અભિમન્યુ પરણીને ઊઠ્યાં : માતાને પાયે લાગિયા રે.
પોતાની માડીએ આશીશો રે આલી :
‘ઘણું જીવો દીકરા : ઘણું રે આવરદા : ઉત્તરા તાહારી નારીને રે :
જો જે અભિમન્યુ ! તાહારી રે ગોરી : ગોરી છે ગુણવંતી રે :
અમારા કુળમાં એવી રે રીતો : વર સાથે કન્યા ન હોય રે’—
‘પહેલેરા પહોરનાં શમણાં રે લાધ્યાં :
આ રે શમણામાં કોરાં કાંકણ નંદ્યાં !
‘એ રે શમણાં દીકરી ! આળમ’પાળ : તારાં શમણાં પડો સૂકે લાકડે રે :
બીજેલા પહોરના શમણાં રે લાધ્યા:
આ રે શમણામાં કોરાં ઘરચોળાં પહેર્યાં :’
‘એ રે શમણાં દીકરી! આળપંપાળ : તે શમણાં પડો રાંકે રેંડિયે રે’.
ત્રીજેરા પહોરનાં શમણાં રે લાધ્યાં :
આ રે શમણાંમાં રાયકો આણે રે આવે :
‘આ રે શમણાં દીકરી! આળપંપાળ : તે શમણાં જજો સમુદ્ર બેટમાં રે.
બાબુડો અભિમન્યુ જધ્ધે ચઢે છે : ઉત્તરાને આણાં આવિયાં રે :
ઉત્તરાના બાપની ઊંચી હવેલી :
સોના-કચોલાં ને રૂપાના દોરા : ઉત્તરા માથડાં ગૂંથે રે.
હીરૂડી વીરૂડી સાંઢે રતનો રબારી, વેગે આવતો દીઠો રે :
‘માહારી રે માતા! તમે પોઢેલાં જાગો : મા! માહારે આણલાં આવ્યાં રે’.
‘ઘણું રે જીવો દીકરી! એશું બોલ્યાં !’
બારીએ રહી ઉત્તરાએ પુછિઉં :
‘ક્યાંથી આવ્યા, વીરા! ક્યાં તમે જાશો ?’
‘બાલુડો અભિમન્યુ જુધ્ધે ચઢે છે : ઉત્તરાને આણે આવિયો રે’—
‘બારીએથી ઉત્તરાએ પડતાં રે મૂક્યાં : ના રહી શુધ્ધને સાન રે :
ઉત્તરાને દાદે દોશીડા જગાડ્યા : ચુંદડી કઢાવે આજે સારી રે :
સારી સારી કાઢે ને નુકસાન નીસરે : દાદે દોશીડાને લીધો મારવા રે !
ઓ મારા દાદા! શીદને મારો છો? ઉત્તરાના કર્મનો વાંક રે !’
ઉત્તરાને દાદે મરૂડીયા જગાડ્યા : ચૂડલા કાઢે કાંઈ રૂડલા રે :
સારા સારા કાઢે ને નંદાયલા નીસરે : દાદે મરૂડીયાને લીધો મારવા રે !
‘ઓ મારા દાદા! શીદને મારો છો ? ઉત્તરાના કર્મના વાંક રે !’
ઉત્તરાને દાદે સોનીડા જગાડ્યા : વાળીઓ કઢાવે ગજમોતીની રે :
સારી સારી કાઢે ને તૂટેલી નીસરે : દાદે સોનીડો લીધો મારવા રે !
‘ઓ મારા દાદા! શીદને મારો છો? ઉત્તરાના કર્મનો વાંક રે !’
ઉત્તરાને દાદે માળીડા જગાડ્યા : ગજરા કઢાવે મોંઘા મૂલના રે :
ખીલ્યા કાઢે ને કરમાયેલા નીકળે : દાદે માળીડો લીધો મારવા રે :
‘ઓ મારા દાદા! શીદને મારો છો : ઉત્તરાના કર્મનો વાંક રે!’
ઉત્તરાને દાદે મોચીડા જગાડ્યા : મોજડી કઢાવે મોંઘા મૂલની રે :
રાતી રાતી કાઢે ને કાળી કાળી નીકળે : દાદે મોચીડો લીધો મારવા રે !
ઓ મારા દાદા! શીદને મારો છો? ઉત્તરાના કર્મનો વાંક રે !’
ઉત્તરાને દાદે સરયા જગાડ્યા, સારાં સારાં કંકુ કઢાવે રે.
કંકુ કાઢે ને કાજળ નીસરે દાદે સરૈયો લીધો મારવા રે.
ઓ માહારા દાદા! શીદને મારો છો? ઉત્તરાના કર્મનો વાંક રે.
ટાઢે સાસરવાસે ઉત્તરા વળાવ્યાં : રાયકો તેડીને જાય રે.
બાળો અભિમન માડી સુભદ્રાને કહે છે
‘મને બાળુડો ન કહેશો મારી માવડી રે—
મા! બાળે ને કહાને જળમાં પેંશી, નાથ્યો કાળિનાગ રે.
મા! બાળો વીંછી કેટલો, બાધે અંગે ઉઠાડે આગ રે !
બાળુકો ન કહેશો.
મા! બાળો મેઘ જ કેટલો, તે તો નીર ભરે નવ ખંડ રે.
મા! બાળ વજ કેટલું, તે તો પર્વત કરે શત ખંડ રે.
બાળુડો ન કહેશો.
મા! બાળો દિનકર કેટલો, બાધો અંધકાર પામે નાશ રે !
મા! બાળો સિંહ જ કેટલો, તેથી હસ્તિ પામે ત્રાસ રે !
બાળુડો ન કહેશો.
મા! બાળો મંકોડો કેટલો, તે તો ખીજ્યો કરડી ખાય રે !
મા! મૂકાવ્યો મૂકે નહીં, તે તો તાણ્યો તૂટી જાય રે !
બાળુડો ન કહેશો.
મા! બાળો હીરો કેટલો, પત તે તો એરણને વેધે રે !
મા! બાળો નોળ જ કેટલો, તે તો વડા વશિયરને છેદે રે !
મા! બાળો અગ્નિ કેટલો, તે તો દહે બાધું વન રે.
મા! બાળો તે નવ જાણિયે, જે આખર ક્ષત્રિય તન રે.
બાળુડો ન કહેશો.
“તમે ચાલો તો રામજીની આણ રે, હો સુભદ્રાના જાયા !
તમે ચાલો તો કાઢું મારા પ્રાણ રે, હો સુભદ્રાના જાયા !
વિરાટ મારો પિતા કહીએ, સુદર્શના માહારી માત :
મેં તો ઓળખિયા, જ્યારે ઝાલ્યો ચોરીમાં હાથ રે,
હો સુભદ્રાના જાયા !
અર્જુન સરખા સસરા મારે, સુભદ્રા સરખાં સાસુ :
કૃષ્ણ સમા મામાજી મારે, રણવટ જાઓ તે ફાંસુ રે,
હો સુભદ્રાના જાયા !
તમે અર્જનના તનુજ કહાવો, વસુદેવના પુત્રીજ :
કૃષ્ણના ભાણેજ કહાવો, ભીમ તણા ભત્રીજ રે,
હો સુભદ્રાના જાયા !
સોળ કળાએ ચંદ્ર શોભે, તેવી શોભા તમારી :
જેવું હસ્તિનાપુર બેસાણું, તેવી હું અર્ધાંગા નારી રે.
હો સુભદ્રાના જાયા !
રાજહંસ તમને જાણીને મેં, કર્યો તમારો સંગ!
જો જાણત બગ બાપડો, તો કેમે ન અર્પત અંગ રે,
હો સુભદ્રાના જાયા !
‘મને મારીને રથડા ખેડ રે, બાળા રાજા રે !
મને જુથે તે સાથે તેડ રે, બાળા રાજા રે !
આપણી સરખાસરખી જોડ રે, બાળા રાજા રે !
મને જુથ જોવાના રસકોડ રે, બાળા રાજા રે !
લાવો હું ધરૂં હથિયાર રે, બાળા રાજા રે,
કરૂં કૌરવનો સંહાર, રે બાળા રાજા રે !
છાંડી જુધ્ધ વળો ઘેર આજ રે, બાળા રાજા રે !
મારા બાપનું અપાવું રાજ રે, બાળા રાજા રે !
રથ હાંકો તો રામજીની આણ રે, બાળા રાજા રે !
રથ ખેડો તો કહાવું પ્રાણ રે, બાળા રાજા રે !
નારી કેશ સમૂળા કાઢે રે, બાળા રાજા રે !
રથ ઉપર દેહ પછાડે રે, બાળા રાજા રે !
“તારૂં રૂપ દેખી જુધ્ધે ન ચઢત રે, ઉત્તરા રાણી રે !
મેં તો નથી દીઠી પગની પાહાની રે, ઉત્તરા રાણી રે !
મેં તો નથી દીઠી નાકની દાંડી રે, ઉત્તરા રાણી રે !
મને પાટા બાંધીને પરણાવ્યો રે, ઉત્તરા રાણી રે !
મામો કૃષ્ણ મને ઘેર લાવ્યો રે, ઉત્તરા રાણી રે !”
મને સમરથ સાસરી દેખાડ રે, બાળા રાજા રે !
મને સાસરી જોવાના રસકોડ રે, બાળા રાજા રે !
મને સમરથ સસરો દેખાડ રે, બાળા રાજા રે !
મને ઘૂંઘટ તાણ્યાના રસકોડ રે, બાળા રાજા રે !
મને સમરથ સાસુજી દેખાડ રે, બાળા રાજા રે !
મને પાય પડ્યાના રસ કોડ રે, બાળા રાજા રે !
મને નાની શી નણદી દેખાડ રે, બાળા રાજા રે !
મને ઢીંગલી રમ્યાના રસ કોડ રે, બાળા રાજા રે !
મને દીયર દીવડો દેખાડ રે, બાળા રાજા રે !
મને હોળી રમ્યાના રસ કોડ રે, બાળા રાજા રે !
મને જોડની જેઠાણી દેખાડ રે, બાળા રાજા રે !
મને જોડે હીંડયાના રસ કોડ રે, બાળા રાજા રે !
મને વાદુલી દેરાણી દેખાડ રે, બાળા રાજા રે !
મને વાદ લીધાનો રસ કોડ રે, બાળા રાજા રે !
મારૂં માથું વાઢીને દડો ખેલ રે, બાળા રાજા રે !
‘તારી કેડની કટારી અહીં મેલ રે, બાળા રાજા રે !
‘તારી જમણી કુખે ન ધરેશ રે, ઉત્તરા રાણી રે !
તારી કુખે મોતીગર દીકરો રે, ઉત્તરા રાણી રે !
સારી રાખશે બાપનું નામ રે, ઉત્તરા રાણી રે !
તેથી સરશે તમારૂં કામ રે, ઉત્તરા રાણી રે !
‘તારી ઢાલડીના ઓથે મને રાખ રે, બાળા રાજા રે !
તારાં આવતાં ઝીલીશ બાણ રે, બાળા રાજા રે !
મેં તો ઝાલી ઘોડીલાની વાગ રે, બાળા રાજા રે !
રથ થંભાવો નહિ દઉ માગ રે, બાળા રાજા રે !
‘ગોરી ! મેહેલો ઘોડીલાની વાગ રે, કુંવરી રાવતણી !
ખસો, રથતણો દો માગ રે, કુંવરી રાવતણી !
મારૂં માંસ શિયાળ ને ખાય રે, કુંવરી રાવતણી !
ગોરી ! હવે રહ્યું કેમ જાય રે, કુંવરી રાવતણી !
હું તો અર્જુન કેરો તન રે, કુંવરી રાવતણી !
કેમ જુધ્ધેથી ફેરવું મન રે, કુંવરી રાવતણી !
મારો લાજે અર્જુન તાત રે, કુંવરી રાવતણી !
મારી લાજે સુભદ્રા માત રે, કુંવરી રાવતણી !
મારે શુકને કો નવ જાય રે, કુંવરી રાવતણી !
ગોરી ! લોક-હસારત થાય રે, કુંવરી રાવતણી !
મારી જાણત આવી નાર રે, કુંવરી રાવતણી !
નવ જાત હું રણમોઝાર રે, કુંવરી રાવતણી !
એકવાર લાવે પાછો, જુગદીશ રે, કુંવરી રાવતણી !
તો હું છેદું મામા કેરૂં શીશી રે, કુંવરી રાવતણી !
મને ખોટી કહી’તી નાર રે, કુંવરી રાવતણી !
આપણ મળીશું પેલે અવતાર રે, કુંવરી રાવતણી !
મારૂં જોબનીયું ભરપૂર રે, બાળક રાજા રે !
મને મહેલીને ચાલ્યા દૂર રે, બાળક રાજા રે !
મેં તો શોરે કીધો અધર્મ રે, બાળા રાજા રે !
મારાં કીયા જનમનાં કર્મ રે, બાળા રાજા રે !
મેં તો વેલ્યો વાધતી તોડી રે, બાળા રાજા રે !
મેં તો ધાવતી ધેન વછોડી રે, બાળા રાજા રે !
મેં તો વહેતી નીકે દીધો પાગ રે, બાળા રાજા રે !
મેં તો લીલા વનમાં મેહેલી આગ રે, બાળા રાજા રે !
મેં તો સૂતાં ગામ બળાવ્યાં રે, બાળા રાજા રે !
મેં તો કુંડાં કલંક ચડાવ્યાં રે, બાળા રાજા રે !
મેં તો દીવે દીવા કીધા રે, બાળા રાજા રે !
મને તેહેનાં પ્રાશ્ચિત લાગ્યા રે, બાળા રાજા રે !
(ખંડિત)
sarsat swamine winawun re, ganpat lagu pay re ha
ayodhya nagriman daityno waso, tenan te mastak chheday re ha
daitya kaje krishne kajiyo re manDyo ha
daityo nathan, daityani nathan, gayan gayan wanman gayan re ha
wanman jai ahilochan janamya ha
sona kamathDine rupana bhala, ahilochan ralwa wisarya re
jai rahya wagDani re wachche ha
wan re wagDaman ek pankhi janawar ha
te re janawar ahilochne mariya ha
Doshi te mahenan boli re ha
‘bahu chhe tun baliyo balwanto ha
to tar bapanun wer ja lene’
tyanthi ahilochanne jhalo re lagi ha
awi rahya ghar angne re ha
‘koho mari ma ! maro bap kone maryo?’
‘bar bar warshe dikra bap kem sambharyo?’
‘Doshi te mehenan boli re’
‘taharo te bap kala krishne maryo!’
khabhe kon’Da lai ahilochan chalya, jai rahya wan wachche re
wan re wagDana lila wriksho re waDhyan ha
kunlan kunlan Dalan te paDya mukya; jaDan te thaDiya upaDiya re
e re lakDani bhari re bandhi,
tyanthi ahilochan sutar gher aawyo ha
‘bhai re sutari, tu maharo wiro, peti ghaDi mane aal re ha
bonter khanane ek ja kotho’—
tyanthi ahilochan luwar gher aawyo ha
‘bhai re luwari! tun maharo wiro, aare peti jaDi aal re ha
chhatris talanne batris kunchio, peti mahin jaDi aal re’
tyanthi ahilochan chitara gher aawyo ha
‘bhai re chitra ! tun maharo wiro, peti mari chitri aal re’
tyanthi ahilochan darji gher aawyo ha
‘bhai re darjiDa, tun maharo wiro, gadi aani siwi aal re’
peti upaDi ahilochan aawyo ha
jai rahyo jai rahyo wagDa re wachche, waDla chhanye peti muki re
brahmanne weshe kalo krishnji aawya ha
‘kyan jao chho jajman re mahara?’
‘krishnanun war walwa jaun re’—
‘kaho guruji? kala krishn hashe kewa?’
‘tuj sarkhane tahara re jewa, dehinun parmanun ! aano re’
‘lyo mahara guruji! dehinun parmanun ’
tyanthi ahilochan petiman samana, kalan krishne talan chaDawiya re
‘guru! mahara guru! mane bahara kaDho’
‘kon taharo gor? ne tun kono jajman? hun kalo krishn re!’
peti hati te akashe uDaDi ha
akashne dewta re jagaDya ha aa judhdh kene manDiya re !’
ahilochan ne kala krishnjiye manDiya ha
peti hati te patale pachhaDi, patalna shesh nag Doliya re
awan te judhdh kone manDya re?
ahilochanne kala krishnjiye manDya ha teno thayo khalabhlat re—
tyanthi ahilochan mrityu re pamya ha
khabhe peti ne kalo krishnji chalya jai rahya dwarka gam re
peti hati te subhadrane aapi ha
‘jo jo re baheni aa peti ughaDtan! sachwi rakhjo pase re’
nanand bhojai be taDmanthi re jue ha
‘nandal! tamara bhai shun lawya? e mujne dekhaDo re
peti hati te subhadraye ughaDi ha
bhainun kahyun subhadraye na manyun ha shwasman shwas samai gayo re
pahelo re mas to ele re chalyo ha
bije te mase sahiyarne sambhlawyun ha trijono marm na janyo re
chothe mase matane sambhlawyun ha
panchme mase bandhire rakhDi ha chhaththe te kaDhiyal doodh re
satme te mase kholo bharawyo ha
kholo bharawyo ne mahiyar walawya ha athmano marm na janyo re
nawme te mase abhimanyu janmya ha
sonani shaliye nal wadheryo re ha pani sate dudhDe nawrawiya re ha
cheer phaDine balotiyan kidhan ha
jadaw gher paraniyan bandhawya ha chokha sate motiDe wadhawiya re
panch warasna abhimanyu thaya ha
lei patine bhanwa re chalya ha bhanignine nawchandare thaya
potana kaka sagaio re lawya ha
‘uttara abhimanyu ! tahari re nari ha wiratni te kumari re
lila ne pilan wans waDhawo, nawrangi chori chitrawo re ha
tyanthi abhimanyu paranwane chalya ha sara te shukan thay re
tyanthi abhimanyu sarowariye lawya ha sukan sarowar lilan thayan re
tyanthi abhimanyu bhagole aawya ha bhagole bhelo wagDawo re,
tyanthi abhimanyu chautaman aawya ha chautaman chammar Dhalawo re
tyanthi abhimanyu janiwase aawya ha sasuji ponkhwa aawya re
tyanthi abhimanyu torne aawya ha ‘mamaji! kanya padhrawo re’
tyanthi abhimanyu choriman aawya ha ‘mamaji! dyo kanyadan re’
pahelun te mangal haratun ne pharatun ha ‘dadaji! dyo kanyadan re ha
dadaye apyan ghoDilanan dan ha dadiji de kanyadan re !
bijun te mangal choriman waratyun ha ‘mataji! dyo kanyadan re
mataye apyan gawDionan dan ha mataji de kanyadan
trijun te mangal choriman waratyun ha ‘wiraji! dyo kanyadan re’
wiraye apyan wehelDionan danah wiraji de kanyadan re ha
chothun te mangal choriman waratyun ha ‘bhabhiji! dyo kanyadan re ha
bhabhiye apyan jhotDionan dan ha bhabhiji de kanyadan re
tyanthi abhimanyu parnine uthyan ha matane paye lagiya re
potani maDiye ashisho re aali ha
‘ghanun jiwo dikra ha ghanun re awarda ha uttara tahari narine re ha
jo je abhimanyu ! tahari re gori ha gori chhe gunwanti re ha
amara kulman ewi re rito ha war sathe kanya na hoy re’—
‘pahelera pahornan shamnan re ladhyan ha
a re shamnaman koran kankan nandyan !
‘e re shamnan dikri ! alam’pal ha taran shamnan paDo suke lakDe re ha
bijela pahorna shamnan re ladhyah
a re shamnaman koran gharcholan paheryan ha’
‘e re shamnan dikri! alpampal ha te shamnan paDo ranke renDiye re’
trijera pahornan shamnan re ladhyan ha
a re shamnanman rayko aane re aawe ha
‘a re shamnan dikri! alpampal ha te shamnan jajo samudr betman re
babuDo abhimanyu jadhdhe chaDhe chhe ha uttrane anan awiyan re ha
uttrana bapni unchi haweli ha
sona kacholan ne rupana dora ha uttara mathDan gunthe re
hiruDi wiruDi sanDhe ratno rabari, wege aawto ditho re ha
‘mahari re mata! tame poDhelan jago ha ma! mahare anlan awyan re’
‘ghanun re jiwo dikri! eshun bolyan !’
bariye rahi uttraye puchhiun ha
‘kyanthi aawya, wira! kyan tame jasho ?’
‘baluDo abhimanyu judhdhe chaDhe chhe ha uttrane aane awiyo re’—
‘bariyethi uttraye paDtan re mukyan ha na rahi shudhdhne san re ha
uttrane dade doshiDa jagaDya ha chundDi kaDhawe aaje sari re ha
sari sari kaDhe ne nuksan nisre ha dade doshiDane lidho marwa re !
o mara dada! shidne maro chho? uttrana karmno wank re !’
uttrane dade maruDiya jagaDya ha chuDla kaDhe kani ruDla re ha
sara sara kaDhe ne nandayla nisre ha dade maruDiyane lidho marwa re !
‘o mara dada! shidne maro chho ? uttrana karmana wank re !’
uttrane dade soniDa jagaDya ha walio kaDhawe gajmotini re ha
sari sari kaDhe ne tuteli nisre ha dade soniDo lidho marwa re !
‘o mara dada! shidne maro chho? uttrana karmno wank re !’
uttrane dade maliDa jagaDya ha gajra kaDhawe mongha mulana re ha
khilya kaDhe ne karmayela nikle ha dade maliDo lidho marwa re ha
‘o mara dada! shidne maro chho ha uttrana karmno wank re!’
uttrane dade mochiDa jagaDya ha mojDi kaDhawe mongha mulni re ha
rati rati kaDhe ne kali kali nikle ha dade mochiDo lidho marwa re !
o mara dada! shidne maro chho? uttrana karmno wank re !’
uttrane dade sarya jagaDya, saran saran kanku kaDhawe re
kanku kaDhe ne kajal nisre dade saraiyo lidho marwa re
o mahara dada! shidne maro chho? uttrana karmno wank re
taDhe sasarwase uttara walawyan ha rayko teDine jay re
balo abhiman maDi subhadrane kahe chhe
‘mane baluDo na kahesho mari mawDi re—
ma! bale ne kahane jalman penshi, nathyo kalinag re
ma! balo winchhi ketlo, badhe ange uthaDe aag re !
baluko na kahesho
ma! balo megh ja ketlo, te to neer bhare naw khanD re
ma! baal waj ketalun, te to parwat kare shat khanD re
baluDo na kahesho
ma! balo dinkar ketlo, badho andhkar pame nash re !
ma! balo sinh ja ketlo, tethi hasti pame tras re !
baluDo na kahesho
ma! balo mankoDo ketlo, te to khijyo karDi khay re !
ma! mukawyo muke nahin, te to tanyo tuti jay re !
baluDo na kahesho
ma! balo hiro ketlo, pat te to eranne wedhe re !
ma! balo nol ja ketlo, te to waDa washiyarne chhede re !
ma! balo agni ketlo, te to dahe badhun wan re
ma! balo te naw janiye, je akhar kshatriy tan re
baluDo na kahesho
“tame chalo to ramjini aan re, ho subhadrana jaya !
tame chalo to kaDhun mara pran re, ho subhadrana jaya !
wirat maro pita kahiye, sudarshana mahari mat ha
mein to olakhiya, jyare jhalyo choriman hath re,
ho subhadrana jaya !
arjun sarkha sasra mare, subhadra sarkhan sasu ha
krishn sama mamaji mare, ranwat jao te phansu re,
ho subhadrana jaya !
tame arjanna tanuj kahawo, wasudewna putrij ha
krishnna bhanej kahawo, bheem tana bhatrij re,
ho subhadrana jaya !
sol kalaye chandr shobhe, tewi shobha tamari ha
jewun hastinapur besanun, tewi hun ardhanga nari re
ho subhadrana jaya !
rajhans tamne janine mein, karyo tamaro sang!
jo janat bag bapDo, to keme na arpat ang re,
ho subhadrana jaya !
‘mane marine rathDa kheD re, bala raja re !
mane juthe te sathe teD re, bala raja re !
apni sarkhasarkhi joD re, bala raja re !
mane juth jowana raskoD re, bala raja re !
lawo hun dharun hathiyar re, bala raja re,
karun kaurawno sanhar, re bala raja re !
chhanDi judhdh walo gher aaj re, bala raja re !
mara bapanun apawun raj re, bala raja re !
rath hanko to ramjini aan re, bala raja re !
rath kheDo to kahawun pran re, bala raja re !
nari kesh samula kaDhe re, bala raja re !
rath upar deh pachhaDe re, bala raja re !
“tarun roop dekhi judhdhe na chaDhat re, uttara rani re !
mein to nathi dithi pagni pahani re, uttara rani re !
mein to nathi dithi nakni danDi re, uttara rani re !
mane pata bandhine parnawyo re, uttara rani re !
mamo krishn mane gher lawyo re, uttara rani re !”
mane samrath sasri dekhaD re, bala raja re !
mane sasri jowana raskoD re, bala raja re !
mane samrath sasro dekhaD re, bala raja re !
mane ghunghat tanyana raskoD re, bala raja re !
mane samrath sasuji dekhaD re, bala raja re !
mane pay paDyana ras koD re, bala raja re !
mane nani shi nandi dekhaD re, bala raja re !
mane Dhingli ramyana ras koD re, bala raja re !
mane diyar diwDo dekhaD re, bala raja re !
mane holi ramyana ras koD re, bala raja re !
mane joDni jethani dekhaD re, bala raja re !
mane joDe hinDyana ras koD re, bala raja re !
mane waduli derani dekhaD re, bala raja re !
mane wad lidhano ras koD re, bala raja re !
marun mathun waDhine daDo khel re, bala raja re !
‘tari keDni katari ahin mel re, bala raja re !
‘tari jamni kukhe na dharesh re, uttara rani re !
tari kukhe motigar dikro re, uttara rani re !
sari rakhshe bapanun nam re, uttara rani re !
tethi sarshe tamarun kaam re, uttara rani re !
‘tari DhalDina othe mane rakh re, bala raja re !
taran awtan jhilish ban re, bala raja re !
mein to jhali ghoDilani wag re, bala raja re !
rath thambhawo nahi dau mag re, bala raja re !
‘gori ! mehelo ghoDilani wag re, kunwri rawatni !
khaso, rathatno do mag re, kunwri rawatni !
marun mans shiyal ne khay re, kunwri rawatni !
gori ! hwe rahyun kem jay re, kunwri rawatni !
hun to arjun kero tan re, kunwri rawatni !
kem judhdhethi pherawun man re, kunwri rawatni !
maro laje arjun tat re, kunwri rawatni !
mari laje subhadra mat re, kunwri rawatni !
mare shukne ko naw jay re, kunwri rawatni !
gori ! lok hasarat thay re, kunwri rawatni !
mari janat aawi nar re, kunwri rawatni !
naw jat hun ranmojhar re, kunwri rawatni !
ekwar lawe pachho, jugdish re, kunwri rawatni !
to hun chhedun mama kerun shishi re, kunwri rawatni !
mane khoti kahi’ti nar re, kunwri rawatni !
apan malishun pele awtar re, kunwri rawatni !
marun jobniyun bharpur re, balak raja re !
mane maheline chalya door re, balak raja re !
mein to shore kidho adharm re, bala raja re !
maran kiya janamnan karm re, bala raja re !
mein to welyo wadhti toDi re, bala raja re !
mein to dhawti dhen wachhoDi re, bala raja re !
mein to waheti nike didho pag re, bala raja re !
mein to lila wanman meheli aag re, bala raja re !
mein to sutan gam balawyan re, bala raja re !
mein to kunDan kalank chaDawyan re, bala raja re !
mein to diwe diwa kidha re, bala raja re !
mane tehenan prashchit lagya re, bala raja re !
(khanDit)

સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૩ (પૃષ્ઠ ક્રમાંક 125)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, કનૈયાલાલ જોશી, બહેન યશોમતી મહેતા.
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1963