warne gher aawe tyare - Lokgeeto | RekhtaGujarati

વરને ઘેર આવે ત્યારે

warne gher aawe tyare

વરને ઘેર આવે ત્યારે

ધરા પુર ચલ્લી ચલકારા મારે

વેવાય તારો ખામળો હલકારા મારે

વાળિ પુર ચલ્લી ચલકારા મારે

રામજી મારે હેજો હલકારા મારે

વેલાતા પુર ચલ્લી ચલકારા મારે

મગન મારે હેજો હલકારા મારે

આમના પુર ચલ્લી ચલકારા મારે

રંગો મારે હેજો હલકારા મારે

કુવા પુર ચલ્લી ચલકારા મારે

વેવાય તારો પાઘળો હલકારા મારે

ઉમટા પુર ચલ્લા ચલકારા મારે

ગુમાન મારે હેજો હલકારા મારે

બારા પુર ચલ્લી ચલકારા મારે

સોમલો મારો વેવાય હલકારા મારે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૨ (પૃષ્ઠ ક્રમાંક 110)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, વાડીલાલ ઠક્કર.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1959