sagai karwa jay tyare - Lokgeeto | RekhtaGujarati

સગાઈ કરવા જાય ત્યારે

sagai karwa jay tyare

સગાઈ કરવા જાય ત્યારે

સરસ્વતી માતાને વીનવું રે ગણપતિને લાગું પાય રે મહેશભાઈ

ગોકુળમાં છે ઘણી કન્યા રે.

એક ગોરી કન્યા નવ જોશો રે

ગોરી તે ભવનમાં ફરશે મહેશભાઈ

ગોકુળમાં છે ઘણી કન્યા રે.

એક ભણેલી કન્યા નવ જોશો રે

ભણેલી તો અભિમાનમાં ફરશે મહેશભાઈ

ગોકુળમાં છે ઘણી કન્યા રે.

એક ઊંચી કન્યા નવ જોશો રે

ઊંચી તો નીચાં તોરણ તોડશે મહેશભઈ

ગોકુળમાં છે ઘણી કન્યા રે.

એક કાળી તે કન્યા નવ જોશો રે

કાળી તો કુળ લજાવે મહેશભાઈ

ગોકુળમાં છે ઘણી કન્યા રે.

એક મધિયમ તે કન્યા જોશો મહેશભાઈ

મધિયમ તો કુળને દીપાવશે રે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૨ (પૃષ્ઠ ક્રમાંક 105)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, વાડીલાલ ઠક્કર.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1959