mare bayane Dubi - Lokgeeto | RekhtaGujarati

મારે બાયાણે ડુબી

mare bayane Dubi

મારે બાયાણે ડુબી

મારે બાયાણે ડુબી કરું હુવી જાજે હા....રો

રાણી બીનાળો ભભળાવે હુવી જાજે હા....રો

બાંડો વાંદરો ભભળાવે હુવી જાજે હા....રો

આહાય–બાહા ચુચુનેણે ગોયે હુવી જાજે હા....રો

ઢાકણામાં રહ્યો હોતનો બીનાળો પીગો હુવી જાજે હા....રો

મારે ડીકો રળતો નખે હુવી જાજે હુવી જાજે હા....રો

મારે ડીકાણે ડુબી કરું હુવી જાજે હા....રો

મારે બાયાણે બુબુ પીવાળો હુવી જાજે હા....રો

મારે બાયાણે ધાવાળી દેમ હુવી જાજે હા....રો

મારે ડીકાણે હુવાળી દેહી હુવી જાજે હા....રો

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૨ (પૃષ્ઠ ક્રમાંક 115)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, વાડીલાલ ઠક્કર.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1959