manDwo bandhe tyare - Lokgeeto | RekhtaGujarati

માંડવો બાંધે ત્યારે

manDwo bandhe tyare

માંડવો બાંધે ત્યારે

ઊંચે વળીઆલ નીચે ડાલ વાકુલ વલી વલી જાય....(2)

અગાળી આવે સગી સાસુનું ઘર બે’ની

ધીમે પગલે ચાલ બે’ની ધીમે પગલે

ઊંચે વળીઆલ નીચે ડાલ વાકુલ વલી વલી જાય....

વાકુલ વલી વલી જાય

અગાળી આવ સગા સસરાનું ઘર બે’ની

ધીમે પગલે ચાલ બે’ની ધીમે પગલે

અગાળી આવે સગા જેઠનું ઘર બે’ની

ધીમે પગલે ચાલ બે’ની ધીમે પગલે

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૨ (પૃષ્ઠ ક્રમાંક 106)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, વાડીલાલ ઠક્કર.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1959