kanyane gherthi chhokrane gher jay tyare - Lokgeeto | RekhtaGujarati

કન્યાને ઘેરથી છોકરાને ઘેર જાય ત્યારે

kanyane gherthi chhokrane gher jay tyare

કન્યાને ઘેરથી છોકરાને ઘેર જાય ત્યારે

પાંચ પંડવનું રાજ જુગર રમીને લીધું રાજ

જુગર ખેલીને લીધું રાજ

મારા ભાઈ ખાદીનું ખમ્મીશ પહેરનારા

વેડછી આશરમમાં રહેનારા

મારા ભાઈ ખાદીનું ધોતિયું પહેરનારા

ભરી સભામાં ફરનારા

મારા ભાઈ ખાદીની ટોપી પહેરનારા

ભર્યા બજારમાં ફરનારા

મારા ભાઈ પગમાં સેંડિયર પહેરનારા

ભરી તાપી તરનારા.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૨ (પૃષ્ઠ ક્રમાંક 109)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, વાડીલાલ ઠક્કર.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1959