rang wadli - Lokgeeto | RekhtaGujarati

રંગ વાદળી

rang wadli

રંગ વાદળી

વાદળી તો ચાલી રંગ રૂસણે રે, કોણ મનાવા જાય? રંગ વાદળી?

વાણિયો મનાવા જાય રંગ વાદળી!

વાણિયાની વાળી હું તો નહિ વળું રે,

વાણિયો તો જોતું જોતું આપે, રંગ વાદળી!

વાદળી તો ચાલી રંગ રૂસણે રે, કોણ મનાવા જાય? રંગ વાજળી?

બ્રાહ્મણ મનાવા જાય રંગ વાદળી!

બ્રાહ્મણની વાળી હું તો નહિ વળું રે;

બ્રાહ્મણ તો માગી માગી ખાય, રંગ વાદળી!

વાદળી તો ચાલી રંગ રૂસણે રે, કોણ મનાવા જાય? રંગ વાદળી?

સોનીડો મનાવા જાય રંગ વાદળી,

સોનીડાની વાળી હું તો નહિ વળું રે;

સોનીડો તો ચોરી ચોરી ખાય, રંગ વાદળી!

વાદળી તો ચાલી રંગ રૂસણે રે, કોણ મનાવા જાય? રંગ વાદળી?

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 44)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસાઈ, પી. સી. પરીખ, જશુમતી નાનાલાલ.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968