rang bhinje chhe - Lokgeeto | RekhtaGujarati

રંગ ભીંજે છે

rang bhinje chhe

રંગ ભીંજે છે

આ રંગની શીશી રંગે ભરી રે રંગ ભીંજે છે,

ભીંજે છે મહારાજ, ગુલાબી રંગ ભીંજે છે.

આ ચીની ચલાણાં રંગે ભર્યાં, રંગ ભીંજે છે,

તમે મરદન કરતા જાવ, ગુલાબી રંગ ભીંજે છે.

આ ત્રાંબા કુંડી જળે ભરી, રંગ ભીંજે છે,

તમે નાવણ કરતા જાવ, ગુલાબી રંગ ભીંજે છે.

આ શીરા પૂરી ને લાપશી, રંગ ભીંજે છે,

તમે ભોજન કરતા જાવ, ગુલાબી રંગ ભીંજે છે.

આ પાન સોપારી ને એલચી, રંગ ભીંજે છે,

તમે મુખવાસ કરતા જાવ, ગુલાબી રંગ ભીંજે છે.

આ સાગ સિસમના ઢોલિયા, રંગ ભીંજે છે,

તમે પોઢણ કરતા જાવ, ગુલાબી રંગ ભીંજે છે.

આ સોના રૂપાનાં સોગઠાં, રંગ ભીંજે છે,

તમે રમતું રમતા જાવ, ગુલાબી રંગ ભીંજે છે.

આ રંગની શીશી રંગે ભરી, રંગ ભીંજે છે,

ભીંજે છે મહારાજ, ગુલાબી રંગ ભીંજે છે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૭ (પૃષ્ઠ ક્રમાંક 99)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસાઈ, પી. સી. પરીખ, વસંત જોધાણી)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968