માંડવો
manDwo
અજોધ્યા નગરીથી સૂબા ઉતર્યા, આવી ઉભા જનકપુર શે’ર રે;
અજોધા નગરીના સૂબા ઊતર્યા.
રાજા જનકની કુંવરી, ને સીતાજી પાણી નીહાર્ય રે;
અજોધા નગરીના સૂબા ઊતર્યા.
પાણી ભરતાં કૂવાને કાંઠડે, ને તેણે નિરખ્યા નાનેરા બાળ રે;
અજોધા નગરીના સૂબા ઊતર્યા.
કિયા રે દેશના તમે રાજિયા, ને ક્યું છે તમારૂં ગામ રે?
અજોધા નગરીના સૂબા ઊતર્યા.
ઉત્તરા રે ખંડના અમે રાજિયા, ને અજોધા અમારૂં ગામ રે;
અજોધા નગરીના સૂબા ઊતર્યા.
કોણ છે તમારો બાંધવો, ને કોણ તમારા છે તાત રે;
અજોધા નગરીના સૂબા ઊતર્યા.
ભરત અમારો બાંધવો, ને દશરથ અમારા તાત રે;
અજોધા નગરીના સૂબા ઊતર્યા.
કોણ તમારી છે બેનડી, ને કોણ છે તમારી માત રે;
અજોધા નગરીના સૂબા ઊતર્યા.
સુભદ્રા અમારી બેનડી ને કૌશલ્યા અમારાં માત રે;
અજોધા નગરીના સૂબા ઊતર્યા.
રાજા જનક ઘેર માંડવા, ને પરણે સીતા ને શ્રીરામ રે;
અજોધા નગરીના સૂબા ઊતર્યા.
ajodhya nagrithi suba utarya, aawi ubha janakpur she’ra re;
ajodha nagrina suba utarya
raja janakni kunwri, ne sitaji pani niharya re;
ajodha nagrina suba utarya
pani bhartan kuwane kanthDe, ne tene nirakhya nanera baal re;
ajodha nagrina suba utarya
kiya re deshana tame rajiya, ne kyun chhe tamarun gam re?
ajodha nagrina suba utarya
uttara re khanDna ame rajiya, ne ajodha amarun gam re;
ajodha nagrina suba utarya
kon chhe tamaro bandhwo, ne kon tamara chhe tat re;
ajodha nagrina suba utarya
bharat amaro bandhwo, ne dashrath amara tat re;
ajodha nagrina suba utarya
kon tamari chhe benDi, ne kon chhe tamari mat re;
ajodha nagrina suba utarya
subhadra amari benDi ne kaushalya amaran mat re;
ajodha nagrina suba utarya
raja janak gher manDwa, ne parne sita ne shriram re;

સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 28)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસાઈ, પી. સી. પરીખ. હરિલાલ કાળીદાસ મોઢા.
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1968