- Lokgeeto | RekhtaGujarati

રામજી પૂછે સૂણો માતા અગ્નિ

મને મુરખ તમે કીધોજી.

આવો મારા ચાર મુરખડાજી.

સોનાનો મ્રગલો કે’દી ઘડયો’તો?

તેને મારવા કેમ ગ્યાતાજી?

આવો મારા ચાર મુરખડાજી.

લક્ષ્મણ પૂછે સૂણો માતા અગ્નિ

મને મુરખ તમે કીધોજી.

આવો મારા ચાર મુરખડાજી.

ભઈને તે ભીડુ કે દી’ પડી તી?

ભઈ ભીડે તમે કેમ ગ્યાતાજી?

આવો મારા ચાર મુરખડાજી.

સીતાજી પૂછે સૂણો માતા અગ્નિ.

મને મુરખ તમે કીધીજી.

આવો મારા ચાર મુરખડાજી?

ચામડાનો કસબો કોણે પેર્યોતો?

તેની રઢું કેમ લીધીજી?

આવો મારા ચાર મુરખડાજી.

હનુમાન પૂછે સૂણો માતા અગ્નિ

મને મુરખ કેમ કીધોજી?

આવો મારા ચાર મુરખડાજી.

લંકા ગઢમાં લા ઉઠાડ્યો,

સીતાનો શું લાગ્યો ભાર?

આવો મારા ચાર મુરખડાજી.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૩ (પૃષ્ઠ ક્રમાંક 19)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, કનૈયાલાલ જોશી, જોરાવરસિંહ ડી. જાદવ.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1963