kahe bharatji sambhal - Lokgeeto | RekhtaGujarati

કહે ભરતજી સાંભળ

kahe bharatji sambhal

કહે ભરતજી સાંભળ

કહે ભરતજી સાંભળ માતા કર્મ કર્યુ અવિચારી.

બુદ્ધિ તારી ફરી ગઈ માતા, સાંભળ વાત અમારી.

મને મોસાળે મોકલી માતા તું કેમ બની નઠારી?

રાજા રામને વનવાસ દીધો પિતાના પ્રાણ હરનારી.—હે માતા

રામની સાથે સીતા લક્ષ્મણ તેની શું ગુનેગારી?

વનમાં રાક્ષસ હિંસક પ્રાણી દુઃખ દે છે અતિભારી!—હે માતા

જન્મ દેતાં પહેલાં નમરાઈ માતા બની કેમ મારી?

દયા વગરની તું છે માતા જાણે નાગણ કાળી!—હે માતા

રામને વનવાસ દેતાં પહેલાં જીભ તૂટી નહીં તારી.

રામ વિનાની રૈયત દુઃખી હું જાઉ અયોધ્યા વિસારી.

માતા કૌશલ્યા આજ્ઞા આપો ભરતે વાત વિચારી—હે માતા

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૩ (પૃષ્ઠ ક્રમાંક 20)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, કનૈયાલાલ જોશી, જોરાવરસિંહ ડી. જાદવ.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1963