અંગુઠડી
anguthDi
મારા ફળિયા વચાળે લીલી પીળી લીંબડી રે;
ત્યાં રમતાં દિ’ ને રાત :
રમતાં અંગુઠડી વીસરી રે.
સસરા, જડી હોય તો આલો અંગુઠડી રે;
મારી સાસુડી દેશે ગાળ :
રમતાં અંગુઠડી વીસરી રે.
જેઠ, જડી હોય તો આલો અંગુઠડી રે;
મારી જેઠાણી દેશે ગાળ:
રમતાં અંગુઠડી વીસરી રે.
દિયર, જડી હોય તો આલો અંગુઠડી રે;
મારી દેરાણી દેશે ગાળ :
રમતાં અંગુઠડી વીસરી રે.
mara phaliya wachale lili pili limbDi re;
tyan ramtan di’ ne raat ha
ramtan anguthDi wisri re
sasra, jaDi hoy to aalo anguthDi re;
mari sasuDi deshe gal ha
ramtan anguthDi wisri re
jeth, jaDi hoy to aalo anguthDi re;
mari jethani deshe galah
ramtan anguthDi wisri re
diyar, jaDi hoy to aalo anguthDi re;
mari derani deshe gal ha
ramtan anguthDi wisri re
mara phaliya wachale lili pili limbDi re;
tyan ramtan di’ ne raat ha
ramtan anguthDi wisri re
sasra, jaDi hoy to aalo anguthDi re;
mari sasuDi deshe gal ha
ramtan anguthDi wisri re
jeth, jaDi hoy to aalo anguthDi re;
mari jethani deshe galah
ramtan anguthDi wisri re
diyar, jaDi hoy to aalo anguthDi re;
mari derani deshe gal ha
ramtan anguthDi wisri re



સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 289)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસા ઈ, પી. સી. પરીખ, કંચન જોધાણી)
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1968