aagya - Lokgeeto | RekhtaGujarati

આજ્ઞા

aagya

આજ્ઞા

માતા આપો આશિષ, વન ચાલીએ,

કોઈએ કીધી છે પ્રીત, વચન કેમ જાય રે મુજ તાતનું?

ખાંતે આવશું ઘેર, મારા આપો આશિષ, વન ચાલીએ.

મારે વન રે આજ્ઞા વર્ષ ચઉદની, તેમાં ઓછુ થાય,

ભાઈ ભરતને રાજ બેસાડજો, ભેદ રાખશો લગાર:

માતા આપો આશિષ, વન ચાલીએ.

માતા, બે રે પુત્ર તમ પાસ છે, ભરત શત્રુઘ્ન ભ્રાત,

સેવા કરશે તે માતા, તમ તણી. મુખે ફેરવજો હાથ;

માતા આપો આશિષ, વન ચાલીએ.

માતા, અમારી તે ચિંતા નવ કરશો, અમને આપો આશિષ,

તમ આજ્ઞાથી વન ચાલીએ, સિદ્ધ થાય અમ કાજ;

માતા આપો આશિષ, વન ચાલીએ.

હવે રામજી તે વનમાં સીધાવિયા, રૂદન કરે છે રે માત.

માતા આપો આશિષ, વન ચાલીએ.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 66)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસાઈ, પી. સી. પરીખ, જશુમતી નાનાલાલ.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968