ram lakshman be bandhwa - Lokgeeto | RekhtaGujarati

રામ લક્ષ્મણ બે બંધવા

ram lakshman be bandhwa

રામ લક્ષ્મણ બે બંધવા

રામ લક્ષ્મણ બે બંધવા, રામૈયા રામ!

બે ભઈ ચાલ્યા શિકાર, રામૈયા રામ!

રામને લાગી તરશ, રામૈયા રામ!

લક્ષ્મણવીરા પાણીડા પાવ, રામૈયા રામ!

ઝાડે ચડી જળ જોઈ વળ્યા, રામૈયા રામ!

વનરા તે વનમાં વાવલડી, રામૈયા રામ!

પાણી ભરે બાળકુંવાર, રામૈયા રામ!

પાણી ભરી પૂછી વળ્યા, રામૈયા રામ!

બઈ તું પરણી છે કે બાળકુંવાર, રામૈયા રામ!

નથી પરણ્યા નથી પરહર્યા, રામૈયા રામ!

હજી લગણ બાળકુંવાર, રામૈયા રામ!

ચોરી ચીતરાવો ચાંપાનેરી, રામૈયા રામ!

પરણે સીતાને શ્રીરામ, રામૈયા રામ!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૪ (પૃષ્ઠ ક્રમાંક 54)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, મંજુલાલ ર. મજમૂદાર, પુષ્કર ચંદરવાકર, સુધા રમણલાલ દેસાઇ, મધુભાઈ પટેલ, કનૈયાલાલ જોશી, પદ્મજા ચંદરવાકર.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1964