ujjaD ranman kowari khodaw - Lokgeeto | RekhtaGujarati

ઉજ્જડ રણમાં કોવારી ખોદાવ

ujjaD ranman kowari khodaw

ઉજ્જડ રણમાં કોવારી ખોદાવ

ઉજ્જડ રણમાં કોવારી ખોદાવ

પાણીલાંની મોસે આવે રે.

આવતાં તો ઝાલી ચોટલે રે લોલ

હવે ના છોરું બાપની.

છોડ છોડ કાનુડા મને લાગી વાર

ઘરે બાલક રૂવે રે.

તારા બાળકનાં ઝાંઝરાં ઘડાઉં

હવે ના છોરું બાપની.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 89)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957