hachhu tara gharmen - Lokgeeto | RekhtaGujarati

હછુ તારા ઘરમેં

hachhu tara gharmen

હછુ તારા ઘરમેં

હછુ તારા ઘરમેં ઉંદેરા ચોર રે

હછુ તારા ઘરમેં બલારાં ચોર રે

જાગતી બાગતી રે’જે રે નીં તો ઘાઘરી ચોરાઈ જાશે.

ઘાઘરી ચોરાય જાશે તો તું શું કરશે?

જાગતી બાગતી રે’જે રે નીં તો કાપડી ચોરાઈ જાશે.

કાપડી ચોરાઈ જાશે તો તું શું કરશે?

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 88)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957