Dungar upar marchi - Lokgeeto | RekhtaGujarati

ડુંગર ઉપર મરચી

Dungar upar marchi

ડુંગર ઉપર મરચી

ડુંગર ઉપર મરચી તીના જીનાં જીનાં પાનાં રે

જીના જીના પાના રે ગેરિયા જીના જીના નાચો રે

કરા રે ગેરિયા કરા રે ગેરિયા ગેરિયા કયા ગામના રે

કડીના ગેરિયા કડીના ગેરિયા ગેરિયા કડી ગામના રે

અમારા ગેરિયા તરસે થિયા પાણી ઘાલી મેલો રે

પાણીલાં હોય પાસે ની તો ઘોડલા પાસા વારો રે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 87)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957