prtapbhai mumbi sher gyatan - Lokgeeto | RekhtaGujarati

પ્રતાપભાઈ મુંબઈ શેર ગ્યાતાં

prtapbhai mumbi sher gyatan

પ્રતાપભાઈ મુંબઈ શેર ગ્યાતાં

પ્રતાપભાઈ મુંબઈ શેર ગ્યાતાં સેજી માલણ રે

જયાવહુ હલવો મંગાવે સેજી માલણ રે

પ્રતાપભાઈએ મુંબઈ શેર ડોળયું સેજી માલણ રે

હલવો નજરે દીઠો સેજી માલણ રે

પ્રતાપભાઈ ભાઈબંધને પૂછે સેજી માલણ રે

ભાઈબંધ ગોરી રિસાણી સેજી માલણ રે

ભાઈબંધે સોટા લીધા ચાર સેજી માલણ રે

આપ્યા પ્રતાપભાઈને હાથ સેજી માલણ રે

સોટા સબ સબ વાગે, હલવો કોઈ દિન માંગે સેજી માલણ રે

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૪ (પૃષ્ઠ ક્રમાંક 21)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, મંજુલાલ ર. મજમૂદાર, પુષ્કર ચંદરવાકર, સુધા રમણલાલ દેસાઇ, મધુભાઈ પટેલ, કનૈયાલાલ જોશી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1964