aath kuwa ne naw pawthan - Lokgeeto | RekhtaGujarati

આઠ કુવા ને નવ પાવઠાં

aath kuwa ne naw pawthan

આઠ કુવા ને નવ પાવઠાં

પ્રભુ, આઠ કુવા ને નવ પાવઠાં,

નીયાં પાણી ભરે અઢારે આલમ રે;

મૈયારણ સાથે મોહી રીયાં.

પ્રભુ રયો તો ને ઉતારા ઓરડા,

તમે ચાલો તો મેડીના મોલ રે;

મૈયારણ સાથે મોહી રીયાં.

પ્રભુ, આઠ કુવા ને નવ પાવઠાં,

નીયાં પાણી ભરે અઢારે આલમ રે;

મૈયારણ સાથે મોહી રીયાં.

પ્રભુ, રયો તો ને દાતણ દાડમી,

તમે ચાલો તો કણરાની કાંબ્ય રે;

મૈયારણ સાથે મોહી રીયાં.

પ્રભુ, આઠ કુવાને નવ પાવઠાં,

નીયાં પાણી ભરે અઢારે આલમ રે;

મૈયારણ સાથે મોહી રીયાં.

પ્રભુ, રયો તો ને નાવણ કુંડિયાં,

તમે ચાલો તો નદિયુંના નીર રે;

મૈયારણ સાથે મોહી રીયાં.

પ્રભુ, આઠ કુવાને નવ પાવઠાં,

નીયાં પાણી ભરે અઢારે આલમ રે;

મૈયારણ સાથે મોહી રીયાં.

પ્રભુ, રયો તો ને ભોજન લાપસી,

તમે ચાલો તો ઘેવરિયો કંસાર રે;

મૈયારણ સાથે મોહી રીયાં.

પ્રભુ, આઠ, કુવા ને નવ પાવઠાં,

નીયાં પાણી ભરે અઢારે આલમ રે;

મૈયારણ સાથે મોહી રીયાં.

પ્રભુ, રયો તો ને પોઢણ ઢોલિયા,

તમે ચાલો તો હિંડોળા ખાટ રે;

મૈયારણ સાથે મોહી રીયાં.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– 7 (પૃષ્ઠ ક્રમાંક 27)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસાઈ, પી. સી. પરીખ. હરિલાલ કા. મોઢા.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968