latke haloji - Lokgeeto | RekhtaGujarati

લટકે હાલોજી

latke haloji

લટકે હાલોજી

લટકે હાલો રે નંદલાલજી!

ગોરી, લટકાનાં નહિ મૂલ; લટકે હાલો જી!

ઉજળા રંધાવું રૂડા ચોખલા રે,

ગોરી, તેની રંધાવું ખીર; લટકે હાલો જી!

પ્રથમ જમાડું પિયુ પાતળો રે,

ગોરી, સગી નણંદનો વીર; લટકે હાલો જી!

દૂધડે વરસાવું રૂડા મેહુલા રે,

ગોરી, તારે આંગણે રેલમ છેલ: લટકે હાલો જી!

આંગણે વવરાવું લવીંગ એલચી રે,

ગોરી, તારે ટોડલે નાગરવેલ; લટકે હાલો જી!

લટકે હાલો રે નંદલાલજી!

ગોરી, લટકાનાં નહિ મૂલ; લટકે હાલો જી!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 286)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસા ઈ, પી. સી. પરીખ, ચંદ્રિકા જોધાણી)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968