notrun - Lokgeeto | RekhtaGujarati

નોતરૂં

notrun

નોતરૂં

દિન ઉગમતે આવ્યું’તું નોતરૂં, થાવા આવ્યા છે બપોર;

નોતરૂં કોણે દીધું રે?

કરી તપાસ જઈ આજુબાજુએ, જાણ્યું દેનારૂં કોણ?

નોતરૂં કોણે દીધું રે?

પહેરી ઓઢીને, શણગાર સજીને, તેડ્યાની જોઉં છું વાટ;

નોતરૂં કોણે દીધું રે?

વાટડી જોઈ જોઈ આંખો થાકિયું, કરતી’તી અંતરથી ખોળ;

નોતરૂં કોણે દીધું રે?

રોંઢો થયો, કોઈ તેડું આવ્યું, હઈડું ચડ્યું ચકડોળ;

નોતરૂં કોણે દીધું રે?

દિન આથમીઓ, અંધારાં ઊતર્યાં, હશે શું નંદનો કિશોર?

નોતરૂં કોણે દીધું રે?

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 217)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસા ઈ, પી. સી. પરીખ, કસ્તુરી નાનુભાઈ જોધાણી)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968