hilo toyo - Lokgeeto | RekhtaGujarati

હીલો ટોયો

hilo toyo

હીલો ટોયો

મારી ઘઉંની વાડીમેં હીલો પડ્યો

પાતળિયા! ગોફેલો લઈ આલ,

હીલો મેં ટોયો.

મારી ઘઉંની વાડીમેં હીલો પડ્યો

નાહોલિયો નાનું બાળ,

હીલો મેં ટોયો.

મારા પગોનાં સાંકળાં ટાંચા પડે

પાતળિયા! ફરી ઘડાવ,

હીલો મેં ટોયો.

મારી કોટ પરમાણે હાંસલી

પાતળિયા! ફરી ઘડાવ,

હીલો મેં ટોયો.

મારા રંગ પરમાણે ઓઢણી

પાતળિયા ફરી વસાવ,

હીલો મેં ટોયો.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 148)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, શંકરભાઈ સોમાભાઈ તડવી અને રેવાબહેન તડવી)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957