અમર જોગી
amar jogi
બંગલે આવ્યો રે અમર જોગી રે’નાર.
પ્રેમ નામનો પાયો માંડ્યો, ચણવાવાળા ચાર,
પ્રકૃતિ ત્યાં તો પાણી ભરે, ને કરણી બનાવે ગાર;
બંગલે આવ્યો રે અમર જોગી રે’નાર.
તૈણ ગુણની ઈંટ માંડી, ને પાંચ તે રંગની ગાર,
મન પવનના થંભ રચાયા, થઈ રિયા રણકાર;
બંગલે આવ્યો રે અમર જોગી રે’નાર.
ચોસઠ જાળિયે શોભા મેલી, તુંહી તુંહી બોલે તાર,
એક તારમાં મન રાખજો, વા’લો ઊતારે ભવપાર;
બંગલે આવ્યો રે અમર જોગી રે’નાર.
અધર ધળુકે દીવડા, ને દશ દરવાજા બહાર,
અનંત આનંદની ખડકી, ને ગણતાં ના’વે પાર;
બંગલે આવ્યો રે અમર જોગી રે’નાર.
સત નામની સીડી રે માંડી, ને પગથિયાં નિરધાર.
જ્ઞાની પુરુષ ગોતી લેજો, ક્યાં બેઠો તારણહાર;
બંગલે આવ્યો રે અમર જોગી રે’નાર.
એક બંગલામાં અમર જોગી, માનદ ચેલા ચાર,
એની હજુરમાં કરીએ નોકરી, વરતાય જે જે કાર;
બંગલે આવ્યો રે અમર જોગી રે’નાર.
પૂજન કરો તો દર્શન દેહમાં, બંગલાનો લેજો સાર,
સત્ગુરુ સર્જન સા’ય અમારો, દેવાંગી દશ સાર;
બંગલે આવ્યો રે અમર જોગી રે’નાર.
bangle aawyo re amar jogi re’nar
prem namno payo manDyo, chanwawala chaar,
prkriti tyan to pani bhare, ne karni banawe gar;
bangle aawyo re amar jogi re’nar
tain gunni int manDi, ne panch te rangni gar,
man pawanna thambh rachaya, thai riya rankar;
bangle aawyo re amar jogi re’nar
chosath jaliye shobha meli, tunhi tunhi bole tar,
ek tarman man rakhjo, wa’lo utare bhawpar;
bangle aawyo re amar jogi re’nar
adhar dhaluke diwDa, ne dash darwaja bahar,
anant anandni khaDki, ne gantan na’we par;
bangle aawyo re amar jogi re’nar
sat namni siDi re manDi, ne pagathiyan nirdhar
gyani purush goti lejo, kyan betho taranhar;
bangle aawyo re amar jogi re’nar
ek banglaman amar jogi, manad chela chaar,
eni hajurman kariye nokri, wartay je je kar;
bangle aawyo re amar jogi re’nar
pujan karo to darshan dehman, banglano lejo sar,
satguru sarjan sa’ya amaro, dewangi dash sar;

સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 271)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસા ઈ, પી. સી. પરીખ, ચંદ્રિકા જોધાણી)
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1968