gandhiye tharwo wepar adaryo - Lokgeeto | RekhtaGujarati

ગાંધીએ ઠરવો વેપાર આદર્યો

gandhiye tharwo wepar adaryo

ગાંધીએ ઠરવો વેપાર આદર્યો

ગાંધીએ ઠરવો વેપાર આદર્યો,

વસતીને કીધી પાયમાલ રે,

પરદેશી ભૂખ્યાં ટોપીવાળાંના ટોળાં ઉમટ્યાં!

સ્ટેશન દરવાજે તોફાન આદર્યાં,

આદર્યા છે ભદકારી ફોજે રે,

પરદેશી ભૂખ્યાં ટોપીવાળાનાં ટોળાં ઉમટ્યાં!

વધી કલમ ને વધ્યાં કાયદા,

વધ્યાં છે કાંઈ ભાઈબંધુના જોર રે

પરદેશી ભૂખ્યાં ટોપીવાળાનાં ટોળાં ઉમટ્યાં!

આંબે આંબે રે કોયલ રેરકે,

રોયાં છે કાંઈ સિંહ ને શિયાળ રે,

પરદેશી ભૂખ્યાં ટોપીવાળાનાં ટોળાં ઉમટ્યાં!

ગાંધી ઠરવો વેપાર આદર્યો.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૪ (પૃષ્ઠ ક્રમાંક 37)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, મંજુલાલ ર. મજમૂદાર, પુષ્કર ચંદરવાકર, સુધા રમણલાલ દેસાઇ, મધુભાઈ પટેલ, કનૈયાલાલ જોશી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1964