popatDi re, taro te kanth popat kem dublo? - Lokgeeto | RekhtaGujarati

પોપટડી રે, તારો તે કંથ પોપટ કેમ દૂબળો?

popatDi re, taro te kanth popat kem dublo?

પોપટડી રે, તારો તે કંથ પોપટ કેમ દૂબળો?

પોપટડી રે, તારો તે કંથ પોપટ કેમ દૂબળો?

દીએ રે વનફળ વેડવા જાય, રાતે પૂરાવું એને પાંજરે.

હાથલડી રે, તારો તે કંથ હાથી કેમ દૂબળો?

દીએ રે દરબારે ઝૂલવા જાય, રાતે પગોમાં સાંકળું;

નાની વહુ તમારો રે કંથ કેસરીઓ કેમ દૂબળો?

દીએ રે ઘોડાં ખેલવવા જાય, રાતે રમે છે સોગઠાં;

સોગઠાં રમતાં કેસરીઓ હાર્યો, તે દખે દૂબળો.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 189)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ, વસંત જોધાણી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1966