સાયબા ગુજરી ઘડાવ
sayaba gujri ghaDaw
સાયબા, ગુજરી ઘડાવ, મારે જાવું મૈયરિયેં,
મૈયરિયેં જાઉં તો મળવા આવે સાહેલી,
સાયબા, ગુજરી ઘડાવ, મારે જાવું મૈયારિયેં.
કડલાં તો છે રાજ, મારા પિયરનાં,
સાયબા, કાંબડી ઘડાવ, મારે જાવું મૈયરિયેં.
મૈયરિયેં જાઉં તો મળવા આવે સાહેલી,
સાયબા, ગુજરી ઘડાવ, મારે જાવું મૈયરિયેં.
ચુડલા તો છે રાજ, મારા પિયરના,
સાયબા, બંગડી ઘડાવ, મારે જાવું મૈયરિયેં.
મૈયરિયેં જાઉં તો મળવા આવે સાહેલી,
સાયબા, ગુજરી ઘડાવ, મારે જાવું મૈયરિયેં.
ઝુમણાં તો છે રાજ, મારા પિયરનાં,
સાયબા, કાંઠલી ઘડાવ, મારે જાવું મૈયરિયૈં.
મૈયરિયેં જાઉં તો મળવા આવે સાહેલી,
સાયબા, ગુજરી ઘડાવ, મારે જાવું મૈયરિયેં.
નથડી તો છે રાજ, મારા પિયરની,
સાયબા ટીલડી ઘડાવ મારે જાવું મૈયરિયેં.
મૈયરિયેં જાઉં તો મળવા આવે સાહેલી,
સાયબા ગુજરી ઘડાવ, મારે જાવું મૈયરિયેં.
sayaba, gujri ghaDaw, mare jawun maiyariyen,
maiyariyen jaun to malwa aawe saheli,
sayaba, gujri ghaDaw, mare jawun maiyariyen
kaDlan to chhe raj, mara piyarnan,
sayaba, kambDi ghaDaw, mare jawun maiyariyen
maiyariyen jaun to malwa aawe saheli,
sayaba, gujri ghaDaw, mare jawun maiyariyen
chuDla to chhe raj, mara piyarna,
sayaba, bangDi ghaDaw, mare jawun maiyariyen
maiyariyen jaun to malwa aawe saheli,
sayaba, gujri ghaDaw, mare jawun maiyariyen
jhumnan to chhe raj, mara piyarnan,
sayaba, kanthli ghaDaw, mare jawun maiyariyain
maiyariyen jaun to malwa aawe saheli,
sayaba, gujri ghaDaw, mare jawun maiyariyen
nathDi to chhe raj, mara piyarni,
sayaba tilDi ghaDaw mare jawun maiyariyen
maiyariyen jaun to malwa aawe saheli,
sayaba gujri ghaDaw, mare jawun maiyariyen

સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– 7 (પૃષ્ઠ ક્રમાંક 11)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસાઈ, પી. સી. પરીખ. હરિલાલ કા. મોઢા.
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1968