sasariyun ane maiyariyun 2 - Lokgeeto | RekhtaGujarati

સાસરિયું અને મૈયરિયું - ૨

sasariyun ane maiyariyun 2

સાસરિયું અને મૈયરિયું - ૨

મારી સાસુના ઘરમાં ગધેડાં,

મારી સાસુના ઘરમાં ગધેડાં.

મંય છાશના રેલા જાય રે, સાસુડી કેમ સાંભરે?

મારી સાસુએ માથાં ચોળિયાં,

મારી સાસુએ માથાં ચોળિયાં.

મંય વીંછી મેલ્યા ચાર રે, સાસુડી કેમ સાંભરે?

મારી માડીના ઘરમાં ભેંસો,

મારી માડીના ઘરમાં ભેંસો.

દૂધના રેલા જાય રે, માડુલી મને સાંભરે!

મારી માડીએ માથાં ચોળિયાં,

મારી માડીએ માથાં ચોળિયાં.

મંય દૂધના રેલા જાય રે, માડુલી મને સાંભરે!

મારી માડીએ માથાં ગૂંથિયાં,

મારી માડીએ માથાં ગૂંથિયાં,

મંય કેવડા મેલ્યા ચાર રે, માડુલી મને સાંભરે!