marwaDanno wank - Lokgeeto | RekhtaGujarati

મારવાડણનો વાંક

marwaDanno wank

મારવાડણનો વાંક

મારવી ઢોલા, મારવાડણનો વાંક છે.

મારવી ઢોલા, મારા ફળીમાં લીંબડી;

મારવી ઢોલા, લીંબડે ચડી જોશ રે; મારવી!

મારવી ઢોલા, સામે કાંઠે ચાર ઘોડલાં,

મારવી ઢોલા, વચલો મારો વીર રે; મારવી.

મારવી ઢોલા, વીરને ખભે ચુંદડી;

મારવી ઢોલા, ચોખળિયાળી ભાત રે; મારવી.

મારવી ઢોલા, એક ચોખો ખરી ગયો;

મારવી ઢોલા, તેની રાંધી મેં ખીર રે; મારવી.

મારવી ઢોલા, સગું કુટુંબ મેં નોતર્યું,

મારવી ઢોલા, નોતર્યું મારું પિયર રે; મારવી.

મારવી ઢોલા સગું કુટુંબ જમી રિયું;

મારવી ઢોલા, જમી રિયાં મારાં મૈયર રે; મારવી.

મારવી ઢોલા, વીર ને પિયુજી જમી રિયા;

મારવી ઢોલા, જમી નાભાઈ શોક્ય રે; મારવી.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 281)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસા ઈ, પી. સી. પરીખ, ચંદ્રિકા જોધાણી)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968