uncha uncha re dada gaDhDan chanawo - Lokgeeto | RekhtaGujarati

ઊંચા ઊંચા રે દાદા ગઢડાં ચણાવો

uncha uncha re dada gaDhDan chanawo

ઊંચા ઊંચા રે દાદા ગઢડાં ચણાવો

ઊંચા રે દાદા ગઢડાં ચણાવો,

તે પે ઊંચેરા ગઢના કાંગરા.

કાંગરે ચડીને બેની રેખાબા જુવે,

કેટલેક આવે વરરાજિયો.

પાંચસે પાળા રે દાદા છસેં ચડિયાત

ઘોડાની ધૂમસે વરરાજિયો.

કોઠિયું ના ઘઉં રે ધેડી તારી જાને ખૂટવાડ્યા,

તોય રીઝ્યો વરરાજિયો.

ગૌરીના ઘી રે ધેડી તારી જાને ખૂટવાડ્યા,

તોય રીઝ્યો વરરાજિયો.

જોટ્યુના દૂધ રે ધેડી તારી જાને ખૂટવાડ્યા,

તોય રીઝ્યો વરરાજિયો.

નદીયુંના નીર રે ધેડી તારી જાને ખૂટવાડ્યા,

તોય રીઝ્યો વરરાજિયો.

હાથપગ ધોઈને દાદે રેખાબા દીધા,

ધમકે રીઝ્યો રે વરરાજિયો.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતનાં લોકગીતો (પૃષ્ઠ ક્રમાંક 10)
  • સંપાદક : ખોડીદાસ પરમાર
  • પ્રકાશક : સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2018
  • આવૃત્તિ : પુનર્મુદ્રણ