pipria wanman pipra - Lokgeeto | RekhtaGujarati

પીપરીઆ વનમાં પીપરા

pipria wanman pipra

પીપરીઆ વનમાં પીપરા

પીપરીઆ વનમાં પીપરા ખાવા જેલી સોરી,

તાંબાની ચોરી માથે પડી રે લોલ.

પગેના વીચીયા મેલું ઘરેણાવાળા, ડોબું વેચીને દંડ ભરું રે લોલ.

હાથના ભોરીયા મેલું ઘરેણાવાળા, ડોબું વેચીને દંડ ભરું રે લોલ.

પગના કલ્લાં મેલું ઘરેણાવાળા, ડોબું વેચીને દંડ ભરું રે લોલ.

હાથના વાંકીયા મેલું ઘરેણાવાળા, ડોબું વેચીને દંડ ભરું રે લોલ.

કાનેના વીંટળા મેલું ઘરેણાવાળા, ડોબું વેચીને દંડ ભરું રે લોલ.

નાકની નથની મેલું ઘરેણાવાળા, ડોબું વેચીને દંડ ભરું રે લોલ.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 199)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ, ડાહ્યાભાઈ પીપળગવાળા.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1966