phularasiya - Lokgeeto | RekhtaGujarati

ફૂલરસિયા

phularasiya

ફૂલરસિયા

આવ્યા આવ્યા શ્રી લખમણ રામ;

અજોધા ફૂલ રસિયા.

અજોધાનાં લોક ફૂલ્યાં, ફૂલ્યાં સૌ વનરાય;

અજોધા ફૂલ રસિયા.

આજોધાની માંય ફૂલ્યાં, ફૂલ્યાં કૌશલ્યા માય,

અજોધા ફૂલ રસિયા.

આવ્યા આવ્યા શ્રી લખમણ રામ;

અજોધા ફૂલ રસિયા.

ગવરી ગાયનાં ગોબર મંગાવો,

સૌ મંદિર લીંપાવો રસિયા.

એવા ચોક મોતીના પૂરાય;

અજોધા ફૂલ રસિયા.

ત્યાં આનંદ મંગલ થાય

અજોધા ફૂલ રસિયા.

સીતાજી બેઠાં સિંહાસન ચડી;

લખમણ ઉભા ચમર ઢાળ;

માતા કૌશલ્યા વારણાં ઉતારે,

એને હૈયે હરખ માય.

એની શોભા વરણવી વન જાય;

અજોધા ફૂલ રસિયા.

આવ્યા આવ્યા શ્રી લખમણ રામ;

અજોધા ફૂલ રસિયા.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– 7 (પૃષ્ઠ ક્રમાંક 24)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસાઈ, પી. સી. પરીખ. હરિલાલ કા. મોઢા.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968