પેલી ચીડી નાનેરું બાળ રે
peli chiDi nanerun baal re
પેલી ચીડી નાનેરું બાળ રે, ચીડી જવાનીના જોરમાં;
પેલા પોપટને પથરા મારતી’તી, એની સગાઈ કરી છે સાવલી રે;
એનું કોટણું કે’જો ગામ રે, હોલો પારેવો નોતર્યા,
પેલા મકોડાને માળવે મોકલ્યો રે, ગોળ સારો જોઈને જોઈને લાવજો રે;
માંઈ રવાનો ભેગ ના હોય રે, હોલો પારેવો નોતર્યા.
પેલી ચીડીને શેરમાં મોકલી રે, ઘી સારાં જોઈને લાવજો રે;
માંઈ ડોળિયાનો ભેગ ન હોય રે, હોલો પારેવો નોતર્યો.
પેલા સૂડાને શાક લેવા મોકલ્યો રે, શાક સારાં જોઇને લાજવો રે;
માંઈ ગલકાના ભેગ ના હોય રે, હોલો પારેવો નોતર્યા રે.
પેલી કુંજડીને ભાલમાં મોકલી રે, ઘઉં સારા જોઈને લાવજે રે;
માંઈ કાઠાનો ભેગ ના હોય રે, હોલો પારેવો નોતર્યા રે.
પેલી ખિસકોલી પડિયા નાખશે રે, પેલો દેડકો દાળ પીરસશે રે;
પેલો સુડો તો શાક પીરસશે રે, પેલો કાગડો તો કકળાટ કરસે રે;
હોલો પારેવો નોતર્યા.
જાન આવી ઉતારે ઉતરી રે, પેલી વેયા તો વરને ભાંડશે રે
જાનૈડી મારી શોક્ય રે, હોલો પારેવો નોતર્યા રે.
peli chiDi nanerun baal re, chiDi jawanina jorman;
pela popatne pathra marti’ti, eni sagai kari chhe sawli re;
enun kotanun ke’jo gam re, holo parewo notarya,
pela makoDane malwe mokalyo re, gol saro joine joine lawjo re;
mani rawano bheg na hoy re, holo parewo notarya
peli chiDine sherman mokli re, ghi saran joine lawjo re;
mani Doliyano bheg na hoy re, holo parewo notaryo
pela suDane shak lewa mokalyo re, shak saran joine lajwo re;
mani galkana bheg na hoy re, holo parewo notarya re
peli kunjDine bhalman mokli re, ghaun sara joine lawje re;
mani kathano bheg na hoy re, holo parewo notarya re
peli khiskoli paDiya nakhshe re, pelo deDko dal pirasshe re;
pelo suDo to shak pirasshe re, pelo kagDo to kaklat karse re;
holo parewo notarya
jaan aawi utare utri re, peli weya to warne bhanDshe re
janaiDi mari shokya re, holo parewo notarya re

સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 154)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ, નિરંજન સરકાર.
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1966