dhab besi jay - Lokgeeto | RekhtaGujarati

ધબ બેસી જાય

dhab besi jay

ધબ બેસી જાય

શાકભાજી ને મેથી મૂળિયાં રે લોલ,

જેને સસરો વા’લો હોય તે ધબ બેસી જાય.

શાકભાજી ને મેથી મૂળિયાં રે લોલ,

જેને સાસુ વા’લી હોય તે ધબ બેસી જાય.

શાકભાજી ને મેથી મૂળિયાં રે લોલ,

જેને નણદી વા’લી હોય તે ધબ બેસી જાય.

શાકભાજી ને મેથી મૂળિયાં રે લોલ,

જેને દિયર વા’લો હોય તો ધબ બેસી જાય.

શાકભાજી ને મેથી મૂળિયાં રે લોલ,

જેને જેઠ વા’લો હોય તે ધબ બેસી જાય.

શાકભાજી ને મેથી મૂળિયાં રે લોલ.

રસપ્રદ તથ્યો

એ રીતે બધા સગાં-વહાલાંનાં નામ લઈને આગળ ગવાય છે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 203)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસા ઈ, પી. સી. પરીખ, રાજન શકરાભાઈ પટણી)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968