bhathiji - Lokgeeto | RekhtaGujarati

ભાથીજી

bhathiji

ભાથીજી

આવ્યા દિવાસાના દા’ડા, શૂરા ભાથીજી.

ક્યો તમારો દેશ? શૂરા ભાથીજી.

પાટણ અમારો દેશ, શૂરા ભાથીજી.

રૂડી માંડવડી ઘડી લાવો, શૂરા ભાથીજી.

રૂડા પરોણા તેડાવો, શૂરા ભાથીજી.

રૂડી વેલ્યો શણગારો, શૂરા ભાથીજી.

એમાં અમને બેસાડો, શૂરા ભાથીજી.

મારે જાવું પાટણ દેશ, શૂરા ભાથીજી.

રૂડા ઘડિયાળાં વગડાવો, શૂરા ભાથીજી.

રૂડા ઢોલિયા ઘડાવો, શૂરા ભાથીજી.

રૂડી શેરીઓ વરાવો, શૂરા ભાથીજી.

ત્યાં ઢોલિયા ઢળાવો શૂરા ભાથીજી.

મને બેસાડો બાળેવેશ, શૂરા ભાથીજી.

મારે જાવું પાટણ દેશ, શૂરા ભાથીજી.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 201)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસા ઈ, પી. સી. પરીખ, રાજન શકરાભાઈ પટણી)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968