patanman parnawi - Lokgeeto | RekhtaGujarati

પાટણમાં પરણાવી

patanman parnawi

પાટણમાં પરણાવી

મને પાટણમાં પરણાવી રે, પ્રીતલી.

મને સાસરિયાનાં મહેંણા રે, પ્રીતલી.

હું સાસુને બહુ અળખામણી રે, પ્રીતલી.

મારી નણંદી બહુ ભંભેરણી રે, પ્રીતલી.

મારી જેઠાણી મહેંણાં બોલે રે, પ્રીતલી.

બેની! હું છું તરણાં તોલે રે, પ્રીતલી.

મને સસરો દુઃખ દે છે રે, પ્રીતલી.

તો કડવાં વેણ બોલે રે, પ્રીતલી.

મારો દિયર અલબેલડો રે, પ્રીતલી.

તો બહુ છે રિસાવડો રે, પ્રીતલી.

મારે સુખી છે સાંવરિયો રે, પ્રીતલી.

મારો પરણ્યો છોગાળો રે, પ્રીતલી.

મારૂં કુળ છે બહુ મોટું રે, પ્રીતલી.

એને કેમ કે’વાય ખોટું રે, પ્રીતલી.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 201)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસા ઈ, પી. સી. પરીખ, રાજન શકરાભાઈ પટણી)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968