nobat wage chhe - Lokgeeto | RekhtaGujarati

નોબત વાગે છે

nobat wage chhe

નોબત વાગે છે

ભદરકાળીએ નોબત વાગે છે,

ત્રણ દરવાજે આરતી ઉતરે છે.

ગામગામના સુતારી આવે છે,

રૂડી માંડવડી ઘડી લાવે છે.

ભદરકાળીએ નોબત વાગે છે,

ત્રણ દરવાજે આરતી ઉતરે છે.

ગામગામના લવારી આવે છે,

રૂડી માંડવડી જડી લાવે છે.

ભદરકાળીએ નોબત વાગે છે,

ત્રણ દરવાજે આરતી ઉતરે છે.

ગામગામના રંગાટી આવે છે,

રૂડી માંડવડી રંગી લાવે છે.

ભદરકાળીએ નોબત વાગે છે,

ત્રણ દરવાજે આરતી ઉતરે છે.

ગામગામના કુંભારી આવે છે,

રૂડાં કોડાયાં ઘડી લાવે છે.

ભદરકાળીએ નોબત વાગે છે,

ત્રણ દરવાજે આરતી ઉતરે છે.

ગામગામના પિંજારી આવે છે,

રૂડી દીવેટો વણી લાગે છે.

ભદરકાળીએ નોબત વાગે છે,

ત્રણ દરવાજે આરતી ઉતરે છે.

ગામગામના ઘાંચીડા આવે છે,

રૂડાં તેલડાં પૂરી લાવે છે.

ભદરકાળીએ નોબત વાગે છે,

ત્રણ દરવાજે આરતી ઉતરે છે.

ગામગામની બહેનો આવે છે,

રૂડી માંડવડી ગવરાવે છે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 209)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસા ઈ, પી. સી. પરીખ, રાજન શકરાભાઈ પટણી)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968