ambo–ambli - Lokgeeto | RekhtaGujarati

આંબો–આંબલી

ambo–ambli

આંબો–આંબલી

વિજાપુર આંબો આંબલી મારૂજી,

પાલનપુર લીંબુડીનાં ઝાડ, ઝીણા વાઘજી મારુજી.

હાથ પરમાણે મને ચૂડલા મારુજી,

ચૂડલા રતને જડાવો, ઝીણા વાઘજી મારુજી.

નાક પરમાણે નથડી મારુજી,

નથડી રતને જડાવો, ઝીણા વાઘજી મારુજી.

કોટ પરમાણે હાંસડી મારૂજી,

ટૂંપિયા રતને જડાવો, ઝીણા વાઘજી મારુજી.

કાન પરમાણે વારીઓ મારુજી,

વારીઓ રતને જડાવો, ઝીણા વાઘજી મારુજી.

પગ પરમાણે કડલાં મારૂજી,

કડલાં રતને જડાવો, ઝીણા વાઘજી મારુજી.

આંગળી પરમાણે વીંટીઓ મારૂજી,

વીંટીઓ રતને જડાવો, ઝીણા, વાઘજી મારુજી.

વિજાપુર આંબો આંબલી મારુજી,

પાલનપુર લીંબુડીનાં ઝાડ, ઝીણા વાઘજી મારુજી.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 206)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસા ઈ, પી. સી. પરીખ, રાજન શકરાભાઈ પટણી)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968