parwgit - Lokgeeto | RekhtaGujarati

પર્વગીત

parwgit

પર્વગીત

હોળી આજ ને કાલ,

હોળી વૈ સાઈલાં રે.

ગામના પટલ હોળી વધાવ,

હોળી વૈ સાઈલાં રે.

ગામની પટલેલાં હોળી વધાવ,

હોળી વૈ સાઈલાં રે.

ઊગમણેથી આયવાં રે, હોળી માતા પરદેશી.

પાપડ પાપડી લાયવાં રે, હોળી માતા.

આંબા-મોવડાં લાયવાં રે, હોળી માતા.

કે હુળીઓ રંગ લાવી રે, હોળી માતા.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 173)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, શંકરભાઈ સોમાભાઈ તડવી અને રેવાબહેન તડવી)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957