પારણે પોલા રે વાંસ
parne pola re wans
પારણે પોલા રે વાંસ,
ધોડિએ મોર ને હંસ;
પારણીઆં પરીઆળાં,
ભાઈનાં ધોડિયાં છે રિઢયાળાં.
નાંધડીઆનું પારણું,
મેં તો ધણેક દોહલે દીઠું;
ઓવારીને નાખું રે
હું તો રાઈ ને મીઠું;
હાલકડે ને ફૂલકડે
કાંઈ મોતી કેરો દડો
સઘળા રે નિશાળીઓમાં
ભાઈ મારો વડો
હાલકડે ને ફુલકડે
કાંઈ મોતીના રે બખીઆ;
ભાઈ મારાને ઘોડીએ
ચાંદો સૂરજ લખીઆ.
હાલો, હાલો.
parne pola re wans,
dhoDiye mor ne hans;
parnian parialan,
bhainan dhoDiyan chhe riDhyalan
nandhDianun paranun,
mein to dhanek dohle dithun;
owarine nakhun re
hun to rai ne mithun;
halakDe ne phulakDe
kani moti kero daDo
saghla re nishalioman
bhai maro waDo
halakDe ne phulakDe
kani motina re bakhia;
bhai marane ghoDiye
chando suraj lakhia
halo, halo
parne pola re wans,
dhoDiye mor ne hans;
parnian parialan,
bhainan dhoDiyan chhe riDhyalan
nandhDianun paranun,
mein to dhanek dohle dithun;
owarine nakhun re
hun to rai ne mithun;
halakDe ne phulakDe
kani moti kero daDo
saghla re nishalioman
bhai maro waDo
halakDe ne phulakDe
kani motina re bakhia;
bhai marane ghoDiye
chando suraj lakhia
halo, halo



સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૩ (પૃષ્ઠ ક્રમાંક 157)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, કનૈયાલાલ જોશી, રેવાબહેન તડવી, શંકરભાઈ સોમાભાઇ તડવી.
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1963