parewDan - Lokgeeto | RekhtaGujarati

પારેવડાં

parewDan

પારેવડાં

ઊડો ઊડો મારા શ્રોવણ પારેવડાં,

ઊડી ફલાણા વેવાઈ ઘરે જાય રે.

ફલાણા વેવાઈનો બૈયર ચરકણ, મરકણ,

થોડો બોલે, ઘણેરો સોહાય રે.

રે ધ્રજણેજી બૈયર, ચરકણ, મરકણ,

થોડો બોલે, ઘણેરો સોહાય રે.

પાંચ પટે તે ઘાઘરે મોહે,

સડાણિયેજી ચેલ મચરકા ડે.

રે કસમસ તે કમખે મોય

સડાણિયેજો હૈયડો મચરકા ડે.

રે ધૂલ બાંધણ ચુનડી મોય,

સડાણિયેજો ઘૂંઘટો મચરકા ડે.

રે અણિયારી આંજણ મોય,

સડણિયેજો આંખ મચરકા ડે.

રે ગુજરાતી ટીલડી મોય,

સડાણિયેજો સિંધ મચરકા ડે.

રે ઘેંધરિયાળે ઘૂંઘણે મોય,

સડાણિયેજો ચોટલો મચરકા ડે.

પાતલિયે વેવાઈ મોય,

સડાણિયેજો સેજ મચરકા ડે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 101)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસા ઈ, પી. સી. પરીખ, પ્રા. નાગજીભાઈ કે.ભટ્ટી, આ ગીત તારાબેન જોશી પાસેથી મળ્યું છે.))
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968